New Update
/connect-gujarat/media/post_banners/06c88938e64e2279c24db61582984820b839c3382c51b8708f9f2193f6a2bd34.jpg)
અરવલ્લીના મોડાસા પાવનસિટી વિસ્તારમાં ડીપી રોડ પર આવેલી યમુનાનગર સોસાયટી નજીક ધોળાદિવસે ચેઈન સ્નેચિંગની ઘટના સામે આવી છે.
અરવલ્લીના મેઘરજ રોડથી પાવનસિટી વિસ્તારમાં ડીપી રોડ પસાર થાય છે જ્યાં યમુના નગર સોસાયટી નજીક મહિલા તેમના ઘરેથી બહાર આવ્યા હતા ત્યાં પાવનસિટી રોડ પરથી બાઈક સવાર બે લોકો આવ્યા અને મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ખેંચીને ગણતરીની સેકંડમાં છૂ થઈ ગયા અને માલપુર રોડ તરફ બાઈક દોડાવી મુકી હતી. ચેઇન ખેંચાતા જ મહિલાએ બૂમા-બૂમા કરી હતી, જોકે એકાદ બે લોકો આવ્યા, પણ ત્યાં સુધીમાં બાઈક સવાર ત્યાંથી ભાગી ગયા હતા.મોડાસાના યમુનાનગર સોસાયટી નજીક બનેલી આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
Related Articles
Latest Stories