અરવલ્લી: મોબાઈલ ટાવરની બેટરી ચોરતી ગેંગ ઝડપાઇ, 2 આરોપીની અટકાયત

અરવલ્લી  જિલ્લામાં મોબાઈલ ટાવરની બેટરી ચોરતી ગેંગ અરવલ્લી LCBના હાથે ઝડપાઈ છે. આરોપીની કારમાંથી 11 બેટરીઓ પોલીસને હાથ લાગી છે.

New Update

અરવલ્લી  જિલ્લામાં મોબાઈલ ટાવરની બેટરી ચોરતી ગેંગ સક્રિય થઈ છે જેને લઈ અરવલ્લી lcb પોલીસે 11 બેટરીઓ સાથે 2 આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.

અરવલ્લી  જિલ્લામાં મોબાઈલ ટાવરની બેટરી ચોરતી ગેંગ અરવલ્લી LCBના હાથે ઝડપાઈ છે. આરોપીની કારમાંથી 11 બેટરીઓ પોલીસને હાથ લાગી છે. માહિતી અનુસાર રાજયમાં 59 સ્થળ પર મોબાઈલ ટાવરની ચોરી આ ગેંગ દ્વારા કરાઇ છે. કિશોરપુર પાસેથી આરોપીઓ ચોરીની બેટરી સાથે ઝડપાયા હતા.આરોપીની કારમાંથી 11 બેટરીઓ મળી આવી છે. આરોપીઓએ સામે 31 પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે.રાજયમાં 59 સ્થળો પર જીઓ મોબાઈલ ટાવરની બેટરીની કરી છે હજુ અન્ય ગુનાના ભેદ પણ ઉકેલાઈ શકે છે આરોપીઓની વાત કરવામાં આવે તો આરોપીઓ સામે 31 પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે,

તો રાજયના કુલ 59 સ્થાનો પર જીઓ મોબાઈલ ટાવરની બેટરીઓની ચોરી કરી છે.બેટરી ચોરતી ગેંગના અન્ય આરોપીઓને ઝડપી લેવા પોલીસની ટીમ રવાના થઈ છે,રાજય વ્યાપી જીઓ ટાવરની બેટરી ચોરીનો ભેદ ઉકેલવા અરવલ્લી એલસીબી ટીમને મોટી સફળતા મળી છે. મોડાસાના ગઢડાની સીમમાં જીઓ કંપનીના ટાવરમાં લગાવેલી વિઝન કંપનીની પાંચ બેટરીઓ મોકાનો ફાયદો ઉઠાવીને તસ્કરો ઉઠાવી જતાં મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં રૂ.50હજારની ચોરીનો ગુનો નોંધાયો હતો.

 

Latest Stories