Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : મોઢેથી પશુ-પંખીના આબેહૂબ અવાજ કાઢી મોડાસાનો તૌકિર લોકોમાં બન્યો આકર્ષણનું કેન્દ્ર...

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મખદૂમ હાઈસ્કૂલમાં ભણતો એક વિધાર્થી અનોખી કળા ધરાવે છે.

X

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મખદૂમ હાઈસ્કૂલમાં ભણતો એક વિધાર્થી અનોખી કળા ધરાવે છે. તે જુદા જુદા 14 જેટલા પશુ-પંખીઓના અવાજ કાઢી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

અરવલ્લીમાં મોડાસા ખાતે એક સામાન્ય પરિવારમાં રહેતો તૌકીર ચૌહાણ નામનો બાળક જે નાનપણથી જ અનોખી કળા ધરાવે છે. તે નાનપણમાં મિત્રો સાથે રમવા જતો, ત્યારે આસપાસમાં સંભળાતા પશુ-પંખીના અવાજો દ્વારા પ્રેરાઈ તેને પણ થયું કે, આપણે પણ આવા અવાજો કેમ કાઢી ના શકીયે. જેથી આ બાળકે જાતે ઘરે જુદા-જુદા પશુ-પંખીઓના અવાજો કાઢવાનો પ્રયાસ શરૂ કર્યો હતો, અને આજે આ બાળક કોયલ, મોર, ગલુડિયું, નાનું બાળક, કૂતરું ભસવું, બિલાડી જેવા જુદા જુદા અવાજો આબેહૂબ કાઢી શકે છે, ત્યારે આ બાળક હાલતો તેની આ કળા દ્વારા શાળાના બાળકો તેમજ આસપાસના લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. એક સામાન્ય ગરીબ પરિવારમાં જન્મેલા આ બાળકના પિતા મોડાસા ખાતે શાકભાજીની લારી ચલાવે છે, ત્યારે એક સામાન્ય પરિવારમાં જન્મેલા આ બાળકમાં રહેલી ટેલેન્ટથી બાળકે તેના પરિવારને પણ એક નવી ઓળખ અપાવી છે.

Next Story