Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : ટ્રકમાં આગ લાગતાં એક જ પરિવારના 3 લોકો સહિત 100થી વધુ ઘેટાં-બકરા મોત…

ટ્રકમાં આગ લાગવાની કરુણ ઘટનામાં 3 લોકોના મોત, જ્યારે 100થી વધુ ઘેટાં-બકરાના પણ મોત નિપજ્યા

X

મોડાસા તાલુકામાં ટ્રકમાં આગ લાગવાની સર્જાય કરુણ ઘટના

એક જ પરિવારના 3 લોકોના મોત નિપજતા પંથકમાં ચકચાર

100થી વધુ ઘેટાં-બકરાના પણ મોત થતાં કરુણ દૃષ્ટિ સર્જાય

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં ટ્રકમાં આગ લાગવાની કરુણ ઘટનામાં 3 લોકોના મોત, જ્યારે 100થી વધુ ઘેટાં-બકરાના પણ મોત નિપજતા કરુણ દૃષ્ટિ સર્જાય હતી. મળતી માહિતી અનુસાર, રાજસ્થાનના મારવાડથી ઘેટા-બકરા ભરીને 2 પરિવારો 2 ટ્રકમાં આવી રહ્યા હતા. આ દરમિયાન અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બામણવાડ નજીક ટ્રક વીજ વાયર સાથે અડી જતા ટ્રકમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.

આગ લાગતાની સાથે બુમરાડ થવા પામતા ગામના સરપંચ સહિત આસપાસના લોકો દોડી આવ્યા હતા, અને ઘેટા-બકરાને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. જોકે, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ટ્રકમાં રહેલા 100થી વધુ ઘેટાં-બકરા ભડથું થયા હતા. તો બીજી તરફ, એક મહિલા, એક પુરુષ અને એક બાળકીનું પણ આગમાં બળી જવાથી મોત નીપજ્યું હતું,

જ્યારે અન્ય 2 બાળકીઓના આબાદ બચાવ થયો હતો. જોકે, એક જ પરિવારના 3 લોકોના મોત નીપજતા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, મોડાસા અને ટીંટોઇ પોલીસ કાફલો તેમજ મોડાસાના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

Next Story