Connect Gujarat
ગુજરાત

અરવલ્લીઃમોડાસાના મેઢાસણ ગામે મુકેશ ભુવાજીનું રાજપુત સમાજ દ્વારા સામૈયા સાથે સ્વાગત કરાયું

કલિયુગમાં ધાર્મિક ભાવના સાથે કોઈપણ વ્યક્તિ શ્રદ્ધા રાખીને માતાજીના સેવકની બાધા આખડી રાખે છે એના અનેક કામો માતાજી પૂર્ણ કરે છે

X

અરવલ્લીના મોડાસાના મેઢાસણ ગામે મુકેશ ભુવાજીનું રાજપુત સમાજ દ્વારા સામૈયા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું

કલિયુગમાં ધાર્મિક ભાવના સાથે કોઈપણ વ્યક્તિ શ્રદ્ધા રાખીને માતાજીના સેવકની બાધા આખડી રાખે છે એના અનેક કામો માતાજી પૂર્ણ કરે છે એવા અનેક કિસ્સાઓ આમ સમાજમાં જોવા મળે છે ત્યારે બાદરજીના મુવાડાના મુકેશ ભુવાજીની વિહત માંની શ્રદ્ધાથી અનેક ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થઈ છે અને અને શ્રદ્ધાળુઓ દ્વારા માતાજીનું સામૈયું અને સ્વાગત કરાય છે ત્યારે મોડાસાના મેઢાસણ ગામે રાજપૂત સમાજના અગ્રણીઓ દ્વારા મુકેશ ભુવાજીનું ભવ્ય સામૈયા સાથે સ્વાગત કરાયું હતું. મોડાસાના મેઢાસણ ગામે રહેતા સ્વ .લક્ષ્મણ સિંહ નટવરસિંહ જોદ્ધા પરિવાર દ્વારા પોતાના ઘરે એક ધાર્મિક પ્રસંગ નિમિત્તે માં વિહતના પરમ ભક્ત મુકેશ ભુવાજીનું ગ્રામજનો અને સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત સાથે સામૈયું કર્યું હતું.અનેક શ્રદ્ધાળુઓ દ્વારા ફૂલોની વર્ષા કરવામાં આવી મોટી સંખ્યામાં આબાલવૃદ્ધ સૌ કોઈ ભક્તો સામૈયામાં જોડાયા હતા ,અને મા વિહત કૃપાના મુકેશ ભુવાજીએ તમામ ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા

Next Story