અરવલ્લી જિલ્લા પોલીસે શામળાજી નજીક રાજસ્થાન બોર્ડર પરથી મોટીસંખ્યામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અરવલ્લી જિલ્લામાંથી વિદેશી દારૂની હેરાફેરી પર પોલિસે કડક કાર્યવાહી કરી છે.એક જ દિવસમાં શામળાજી નજીક રાજસ્થાન સીમા તેમજ જુદા જુદા પોલિસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસને વીસ લાખ જેટલાના વિદેશી દારૂ સહિતના મુદ્દામાલને જપ્ત કરવામાં સફળતા મળી છે. આ સાથે જ જિલ્લાની અલગ અલગ ટીમ દ્વારા શામળાજી પોલિસ સ્ટેશનમાં પ્રોહિબિશના 15 કેસ કરીને કુલ 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.