/connect-gujarat/media/post_banners/ced1f61b953eba6349ace53feb880fbecf6749c02b93795a2ecc43056ccec8a9.jpg)
અરવલ્લી જિલ્લાના ભિલોડાના વજાપુર પ્રાથમિક શાળામાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા શાળા પ્રવેશોત્સવ 2023 નો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
સમગ્ર ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી અને બાલવાટિકા 2023નો પ્રારંભ કરાયો છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ આજથી શાળા પ્રવેશોત્સવ 2023નો પ્રારંભ થયો હતો.ભિલોડા તાલુકાના વજાપુર પ્રાથમિકશાળામાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.મંત્રી બળવંતસિંહ રાજપૂતે પ્રવેશ લેનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાસહ અભિનંદન પાઠવ્યા હતા