/connect-gujarat/media/post_banners/dfe6397a4dba3749eb2328e833db2a314fd93001e7158a42487b9e8c530994c4.webp)
ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પર્વ એવા રક્ષાબંધન નિમિત્તે અરવલ્લી જિલ્લાની મોડાસા સબજેલ ખાતે સજા ભોગવી રહેલા બંદીવાનોને પોતાની બહેનો દ્વારા રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. આજે રક્ષાબંધન પર્વ નિમિત્તે મોડાસા સબજેલ ખાતે 126 બંદીવાનોની બહેનો ભાઈના કાંડા પર રાખડી બાંધતા ક્ષણે માહોલ ગમગીન બન્યો હતો, જ્યાં બંદીવાન ભાઈઓ અને બહેનોની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગતા દુઃખ વ્યક્ત કર્યું હતું. મોડાસા સબજેલ ખાતે રક્ષાબંધન પર્વ નિમિતે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતા બહેનોએ જેલ સુપ્રિટેન્ટન્ટ અને પોલીસકર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. રાખડી બાંધીને પરત ફરતી બહેનોની આંખમાં ભાઈ ક્યારે સજા ભોગવી ઘરે પરત ફરશે તેને લઈને અશ્રુ વરસાવી રહી હતી. દરેક બહેન રાખડીના તાંતણે પ્રાર્થનારૂપી કવચ પોતાના ભાઈના હાથે બાંધીને ભાઈની સલામતિ અને સુખની મંગલ કામના કરી હતી.