અરવલ્લી: જીલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાનનું કાર્ય, તળાવો ઊંડા કરાયા

અરવલ્લી જીલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ તળાવો ઉંડા કરવામાં આવ્યા હતા જેને પગલે જિલ્લાના તળાવોની પાણીની સંગ્રહ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે.

author-image
By Connect Gujarat Desk
New Update

અરવલ્લી જીલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ તળાવો ઉંડા કરવામાં આવ્યા હતા જેને પગલે જિલ્લાના તળાવોની પાણીની સંગ્રહ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે.

અરવલ્લી જિલ્લામાં સુજલામ સુફલામ અને જળસંચયનુ કામ ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યું હતું જેને લઈ તળાવો ઉંડા કરવામાં આવ્યા હતા. સરકાર દ્વારા તળાવ ઊંડા કરી આવનારી પેઢીને જળ સમૃદ્ધિનો વારસો આપવાના હેતુ સાથે આ કાર્ય કરવામાં આવ્યું હતું ત્યારે જિલ્લાના મોટાભાગના તળાવ ઊંડા કરવામાં આવ્યા હતા. જેનાથી જિલ્લાના તળાવોની પાણીની સંગ્રહ ક્ષમતામાં વધારો થયો હતો પરિણામે પાણી વધુ સંગ્રહ થતાં ઉનાળામાં પણ જમીનમાં પાણીના સ્તર ઊંચા રહ્યા હતા અને વર્ષ દરમિયાન ગ્રામજનો અને ખેડૂતોને ફાયદો થયો હતો.

જળ સંચય અભિયાન અંતર્ગત તળાવો ઉંડા કરવામાં આવ્યા હતા. જેથી પાણી સંગ્રહ ક્ષમતા વધી છે.અરવલ્લી જિલ્લાના ધનસુરામા વિશાળ અમૃત સરોવર આવેલુ છે જે ચોમાસામા ભરાતા આજુબાજુના 12 ગામોને તેનો ફાયદો થાય છે જે જળ સંચય અભિયાન હેઠળ ઉંડુ કરવામાં આવ્યું હતું. આ તળાવમા આ વખતે ઉનાળામાં પણ પાણી હતું. તળાવમાં પાણીની સંગ્રહ ક્ષમતા વધી હતી જેના કારણે ઉંડુ કરવામાં આવેલ જગ્યાએ પાણી હતુ.  જેથી આજુબાજુના ગામોમાં પાણીના સ્તર ઉંચા આવ્યા હતા. હાલ વરસાદ શરુ થતા આ જગ્યાએ પાણી સંગ્રહ થઈ રહ્યુ છે જેનો વર્ષ દરમિયાન આજુબાજુના 12 ગામોને ફાયદો થશે. 

Latest Stories