Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : શિક્ષિકાએ અપનાવી “પ્યાર કી પહેલ”, બાળકોના ભવિષ્યનો વિચાર કરી શાળામાં મુક્યું “ગૂડલક”

આજે એક એવા શિક્ષકની વાત કરીશું કે, જેઓ હાલ ખૂબ જ ચર્ચામાં છે, અને હોય પણ કેમ નહીં, કારણ કે, તેઓ બીજાથી અનોખા અને પ્રેમાળ છે.

X

આજે એક એવા શિક્ષકની વાત કરીશું કે, જેઓ હાલ ખૂબ જ ચર્ચામાં છે, અને હોય પણ કેમ નહીં, કારણ કે, તેઓ બીજાથી અનોખા અને પ્રેમાળ છે. તેમની અનોખી કળાથી બાળકોને ઘરે રહેવાનું નહીં પણ શાળામાં આવવું ગમે છે. જોઇએ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના કેનપુરકંપા પ્રાથમિક શાળાની શિક્ષિકાનું અનોખુ શિક્ષણ...

બાળકોને અનોખા અંદાજમાં આવકારતા આ વીડિયોમાં બાળકો પણ એટલા જ ખુશ દેખાય રહ્યા છે. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના કેનપુરકંપા પ્રાથમિક શાળાની શિક્ષિકા ભાવનાબહેન પટેલના આ વીડિયોમાં તેઓ ખાસ રીતે બાળકોને આવકારી રહ્યા છે. બ્લેક બોર્ડ પર દિલ, હાથ, હોઠ દોર્યા અને બાળકો જે ચિત્ર પર હાથ મુકે છે, તે રીતે બાળકોને તેઓ આવકારી રહ્યા છે. જેને તેઓએ પ્યાર કી પહેલ નામ આપ્યું છે.

તો જોયું ને તમે, ગુજરાતના અંતરિયાળ વિસ્તારના એક સરકારી શાળાના શિક્ષિકા વિદ્યાર્થીઓને હુંફ અને લાગણી આપી પારિવારિક માહોલ ઉભો કરી રહ્યા છે. શિક્ષિકા ભાવના પટેલ દ્વારા શાળામાં પ્રાર્થના પૂર્ણ થયા બાદ જ્યારે પ્રથમ વખત બાળકો કલાસરૂમમાં આવે ત્યારે તેમને બોર્ડ પર દોરેલા ચિત્રોમાંથી કોઈ એક ચિત્ર પર બાળક આંગળી મુકે ત્યારબાદ જે પ્રકારના ચિત્ર પર બાળકે આંગળી મુકી હોય તે પ્રકારે વર્ગ શિક્ષક ભાવના પટેલ બાળકને અવકારે છે. જેના માટે તેણીએ બ્લેક બોર્ડ પર દિલ, હાથ અને હોઠ જેવા ચિત્રો દોર્યા હોય છે. જો બાળક તાળી આપતા ચિત્ર પર આંગળી મુકે તો બાળકને તાળી આપી વેલકમ કરવામાં આવે છે. બાળક દિલ પર આંગળી મુકે તો તેને પ્રેમથી ભેટવામાં આવે છે.

કેનપુરકંપા પ્રાથમિક શાળાના શિક્ષિકા ભાવના બહેન વેકેશનમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરીને વિવિધ શાળાઓના વીડિયો જુએ છે, અને તેમાંથી તેઓ પ્રેરણા લે છે. આ વખતે તેમણે જાપાન અને અરબ દેશોની શાળાઓમાંથી પ્રેરણા લીધી અને નવતર પ્રયોગ શરૂ કર્યો છે. આ પ્રયોગને કારણે બાળકો પણ ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે, અને શિક્ષક તેમજ શિક્ષણ કાર્ય પ્રત્યે બાળકોનું સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં શિક્ષિકા શાળાના બાળકો માટે એક ગૂડ લકની પણ પ્રથા શરૂ કરી હતી. જેમાં વાલી જ્યારે તેમના બાળકોને વાપરવા માટે હાથ ખર્ચી આપતા ત્યારે બાળકોને તેને વાપરી નાખતા હતા. પણ જ્યારે શિક્ષિકાને કંઈક અલગ વિચાર આવ્યો અને બાળકો માટે શાળામાં જ ગૂડ લક લાવીને મુકી દીધો, જેથી બાળકો ઘરેથી લાવતા પૈસા ગૂડ લકમાં મૂકતાં થયા, જેનાથી ભવિષ્યમાં આ રકમ બાળકોને જ ઉપયોગી થાય છે.

Next Story