Connect Gujarat
ગુજરાત

અરવલ્લી: મોડાસામાં રખડતા પશુઓનો આતંક,તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ

રખડતા પશુઓના આતંકથી રોડ અને રસ્તાઓ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોમાં ભય જોવા મળે છે

X

અરવલ્લીના મોડાસાનો બનાવ

રખડતા પશુઓના આતંકના કારણે લોકોમાં રોષ

તંત્ર કામગીરી ન કરતુ હોવાના આક્ષેપ

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી બજારમાં અને સોસાયટી વિસ્તારમાં રખડતા પશુઓના આતંકના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી બજારમાં અને સોસાયટી વિસ્તારમાં રખડતા પશુઓના આતંકથી રોડ અને રસ્તાઓ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોમાં ભય જોવા મળે છે.મોડાસા નગરની વિદ્યાકૂંજ સોસાયટીમાં રખડતી ગાયે અઢી વર્ષની બાળકીને મોપેડ પર સવાર કરી રસી મુકાવવા માતા પર હુમલો કરી ગાયે આતંક મચાવ્યો હતો.ગભરાઈ ગયેલા બાળકીની માતાએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.

લોકોએ ગાયના ચુંગલમાંથી બાળકીને છોડાવ્યો હતો.બાળકી પર અચાનક ગાયે કરેલા હુમલાને લઇ વિદ્યાકૂંજ સોસાયટીના રહીશો મોડાસા નગરપાલિકા પહોંચી હલ્લાબોલ સાથે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો અને નગર પાલિકાના ચીફ ઓફિસરને આ બાબતે રજૂઆત કરી ગાયોની યોગ્ય વ્યવસ્થા કરવા માંગ કરાઇ હતી.આ પહેલા પણ રામપાર્ક અને વિદ્યાકૂંજ સોસાયટીમાં રખડતા પશુઓના કારણે ઘણા લોકો ઇજાગ્રસ્ત થવા પામ્યા છે અને રહીશોએ આ મામલે નગરપાલિકાને વારંવાર રજૂઆત કરતાં છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કે વાતને ધ્યાનમાં ન લેતા હોવાનો સોસાયટીના રહીશોએ આક્ષેપ કર્યો હતો .અને નાની બાળકી પર થયેલ ગાયના હુમલાને લઈને સોસાયટી રહીશોમાં ઉગ્ર આક્રોશ જોવા મળ્યો હતો.

Next Story