Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : ટામેટાં પકવતા ખેડૂતોને આવ્યો રાતા પાણીએ રોવાનો વારો, માત્ર 2 રૂપિયે કિલો વેચાયા ટામેટાં...

200 રૂપીએ કિલોના વેચાતા ટામેટા આજે ખેડૂતો માત્ર 2 રૂપીએ કિલોના ભાવે વેચવા મજબુર બન્યા છે.

X

અરવલ્લી જિલ્લામાં ટામેટાનું વાવેતર

ટામેટાના ભાવ ના મળતા ખેડૂતો મુકાયા ચિંતામાં

માત્ર 2 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે ટામેટાં

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના બોરડી થી સાઠંબા સુધી કેટલાય વીઘામાં ટામેટાનું વાવેતર થાય છે, ત્યારે ટામેટાના ભાવ ગગડી પડતા ટામેટા પકવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. 200 રૂપીએ કિલોના વેચાતા ટામેટા આજે ખેડૂતો માત્ર 2 રૂપીએ કિલોના ભાવે વેચવા મજબુર બન્યા છે.

આમ તો શાકભાજીના ભાવો વધે ત્યારે ગૃહિણીઓના બજેટ ખોરવાતા હોય છે પરંતુ જ્યારે શાકભાજીના ભાવ તળિયે જતા હોય છે ત્યારે ખેડૂતોના બજેટ ખોરવાય જાય છે. .આવું જ ટામેટા પકવતા ખેડૂતો સાથે થયું છે. થોડા સમય પહેલા ટામેટાના જે ભાવ 180 રૂપિયાથી 200 રૂપિયા હતા, તેના ભાવ હવે એટલી હદે નીચે પહોંચી ગયા છે, કે, ખેડૂતો પણ હવે લાલગૂમ થઈ ગયા છે. મોડાસા તાલુકાના બોરડી થી સાઠંબા સુધી કેટલાય વીઘામાં ટામેટાનું વાવેતર થયું છે, પણ ભાવ ગગળી જતાં ખેડૂતોની ચિંતા વધી છે. ખેડૂતોનું કહેવું છે કે, હોલસેલના ભાવ સરેરાશ 2 રૂપિયે કિ.લો. થઈ ગયા છે, જેને લઇને ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો છે. એટલું જ નહીં, હાલમાં થયેલા ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાથી પાકમાં સુકારાનો રોગ પણ આવી ગયો છે. ત્યારે ઉત્પાદન સમયે ભાવ ના મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

Next Story