Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : ફાધર્સ-ડેની અનોખી ઉજવણી, પિતા સાથે બાળકો રમ્યા વિસરાઈ ગયેલી રમતો...

પહેલાના સમયમાં માતા-પિતા સાથે બાળકો અલગ અલગ રમતો રમતા હતા, પણ હવે મોબાઈલ અને ડિજિટલ યુગમાં માટીની રમતો ભૂલાઈ ગઈ છે

X

આજના આધુનિક યુગમાં જમીન સાથે જોડાયેલી કેટલીય રમતો વિસરાઈ ગઈ છે, ત્યારે આજે ફાધર્સ ડે નિમિત્તે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે કલરવ શિશુ વિકાસ કેન્દ્રમાં નાના ભૂલકાઓ પોતાના પિતા અને વાલીઓ સાથે વિવિધ રમતો રમ્યા હતા.

પહેલાના સમયમાં માતા-પિતા સાથે બાળકો અલગ અલગ રમતો રમતા હતા, પણ હવે મોબાઈલ અને ડિજિટલ યુગમાં માટીની રમતો ભૂલાઈ ગઈ છે, ત્યારે આજે ફાધર્સ ડે નિમિત્તે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે કલરવ શિશુ વિકાસ કેન્દ્ર દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જ્યાં કલરવ શિશુ વિકાસ કેન્દ્રના નાના ભૂલકાઓ માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રકારની રમતો બાળકોએ પહેલીવાર જોઈ હતી, જેથી રમતોમાં મશગૂલ થઈ ગયા હતા. તેમની સાથે શિક્ષિકાઓ પણ જોડાઈ હતી. મોડાસા કેળવણી મંડળના કેમ્પસ શ્રી. સી.જી.બુટાલા સર્વોદય હાઈસ્કૂલના મેદાનમાં આયોજિત કરવામાં આવેલ પૌરાણિક રમતોત્સવમાં ફાધર્સ-ડે નિમિત્તે એક સેલ્ફી પોઈન્ટ પણ બનાવાયો હતો, જ્યાં પિતા સાથે પહોંચેલા બાળકોની સેલ્ફી પણ લેવામાં આવી હતી. આ રમતોત્સવનું નિરીક્ષણ કરવા મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બીપિન પટેલ, મોડાસા નગરપાલિકાના ઉપપ્રમુખ ડો. આર.સી.મહેતા સહિતના હોદ્દેદારો પહોંચ્યા હતા, જ્યાં બાળકો માટે નવતર પ્રયોગ કરવા માટે શાળાના શિક્ષકો અને આચાર્યએ ભારે જહેમત ઉઠાવી હતી.

Next Story