Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : ચૂંટણીને લઈ અણસોલ ચોકપોસ્ટ પર ચેકિંગ વેળા પોલીસને કારમાંથી મળી આવી રૂ. 1 કરોડની રોકડ

ચૂંટણીની જાહેરાત બાદ જ આચારસંહિતા અમલમાં આવે છે. પરંતુ આ એવો પણ સમય છે કે, જ્યારે તમામ પક્ષો મતદારોને લોભાવવા તેમના પ્રયાસો કરે છે,

X

લોકસભાની ચૂંટણી પૂર્વે અરવલ્લી જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે. રાજસ્થાન બોર્ડર નજીક અણસોલ ચોકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન શામળાજી પોલીસે કારમાંથી રૂપિયા 1 કરોડની રોકડ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે.

ચૂંટણીની જાહેરાત બાદ જ આચારસંહિતા અમલમાં આવે છે. પરંતુ આ એવો પણ સમય છે કે, જ્યારે તમામ પક્ષો મતદારોને લોભાવવા તેમના પ્રયાસો કરે છે, પછી ભલે તે ભેટ આપીને જ કેમ ન હોય. આ જ કારણથી દરેક ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચનું તંત્ર કરોડો રૂપિયાની ગેરકાયદે રોકડ અને દારૂ પણ ઝડપે છે, ત્યારે આગામી 2024 લોકસભાની ચૂંટણીને લઈને અરવલ્લી જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. જેમાં અરવલ્લી અને રાજસ્થાન બોર્ડર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ ન થાય તે માટે ચૂંટણી વિભાગ અને અરવલ્લી જિલ્લા પોલીસ સઘન વાહન ચેકિંગ કરી રહી છે. આ સમય દરમિયાન રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવી રહેલી એક સફેદ કલરની કારની તપાસ કરતા ચાલકે સંતોષકારક જવાબ નહીં આપતા કારમાં વધુ તપાસ કરતા તેમાંથી રૂ. 500ના દરની ચલણી નોટ મળી આવી હતી. જેમાં પોલીસે 1 કરોડ રૂપિયા રોકડ અને કાર મળીને કુલ 1 કરોડ 2 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે એક ઈસમની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

Next Story