Connect Gujarat
ગુજરાત

અરવલ્લી: હરિઓમ આશ્રમશાળામાં કંજકટીવાઇટીસની એક સાથે 39 બાળકોને અસર

અરવલ્લી જિલ્લાનો બનાવ, મેઘરજની આશ્રમશાળામાં 39 વિદ્યાર્થીઓને આંખ આવી.

X

હાલ ચોમાસા બાદ આંખોને લાગતા રોગના કેસો મળી આવે છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ આંખો આવવાના કેસો મળી આવ્યા છે. મેઘરજ નગરમાં આવેલ આશ્રમશાળાના વિદ્યાર્થીઓમાં આ રોગની અસર જોવા મળી હતી.

અરવલ્લી જિલ્લામાં છેલ્લા દસ દિવસથી કાન્જેકટીવાઇટીસના અસંખ્ય કેસો મળી આવ્યા છે. ત્યારે આજે મેઘરજ નગરમાં આવેલી હરિઓમ આશ્રમશાળાના એક સાથે 39 વિદ્યાર્થીઓને કંજકટીવાઇટીસની અસર જોવા મળી હતી. આશ્રમ શાળામાં જે વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરે છે. તેમના 39 વિદ્યાર્થીઓની આંખો દુઃખવી, આંખ લાલ થવી વગેરે ફરિયાદો હતી.

જેથી તમામ વિદ્યાર્થીઓને તપાસ અર્થે મેઘરજની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. ત્યાં તમામ 39 વિદ્યાર્થીઓની આંખોની ડોક્ટર દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવી તો તમામ 39 બાળકોમાં કંજકટીવાઇટીસનો રોગ જોવા મળ્યો હતો. જેથી ડોક્ટરે ડ્રોપ તેમજ ટેબ્લેટની સારવાર આપી હતી. તમામ વિદ્યાર્થીઓને ચશ્મા અપાયા આમ એક સાથે 39 વિદ્યાર્થીઓમાં અસર જોવા મળતા અન્ય શાળાના બાળકોમાં પણ ફફડાટ વ્યાપ્યો છે.

બાઈટ

Next Story