New Update
/connect-gujarat/media/post_banners/7782c00bf89b847e258bcec1965696bfbeec25ada9db7ebdb02e9cb667b57eab.webp)
દિલ્હી અને પંજાબ મુખ્યમંત્રી આજે કરછમાં સભા ગજવવાના છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે ગાંધીધામના પ્રવાસે છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન બપોરે ૧ વાગે ગાંધીધામમાં સભા ગજવશે.
આમ આદમી પાર્ટીના નેતાઓ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, ભગવંત માન અને રાઘવ ચઢ્ઢા ગુજરાત આવશે. આજે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન કચ્છ ખાતે એક જનસભાને સંબોધિત કરશે. તેમજ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન જૂનાગઢ ખાતે જનસભાને સંબોધિત કરશે.
Latest Stories