Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં ચૂંટણી પ્રક્રિયાને ધ્યાનમાં રાખી દિવાળી પહેલાં રાજ્યના 76 જેટલા DySPની બદલી કરાય...

રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં યોજાનારી ચૂંટણી પ્રક્રિયા ધ્યાને રાખીને પોલીસ બેડામાં 76 જેટલા DySP બદલી મધરાતે ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાતમાં ચૂંટણી પ્રક્રિયાને ધ્યાનમાં રાખી દિવાળી પહેલાં રાજ્યના 76 જેટલા DySPની બદલી કરાય...
X

રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં યોજાનારી ચૂંટણી પ્રક્રિયા ધ્યાને રાખીને પોલીસ બેડામાં 76 જેટલા DySP બદલી મધરાતે ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાત્રે કરવામાં આવેલ બદલીમાં DySP-ACP કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી છે.રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા ચૂંટણી અગાઉ ચૂંટણી પંચના નિયમોને અનુસરી અને એ ઉપરાંત નિયમ અનુસાર અધિકારીઓની બદલી કરવાની પ્રક્રિયા હેઠળ 76 જેટલા નાયબ પોલીસ અધિક્ષક બદલી કરવામાં આવી છે. રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓ અને શહેરમાં નિયુક્ત DySP-ACPની અન્ય સ્થળે બદલી કરવામાં આવી છે. જેમાં અમુક અધિકારીઓની બદલી કરીને તેમજ જિલ્લા શહેરમાં રાખવામાં આવ્યા છે, જ્યારે ઘણા અધિકારીઓને રેન્જ પણ બદલી નાખવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલી બદલીઓમાં ખાસ અમદાવાદ ડી' ડિવીઝન ACP હિતેશ ધાંધલ્યા બદલી જુનાગઢ વિભાગીય પોલીસ અધિકારી તરીકે, સીઆઈડી ક્રાઇમ DySP અશ્વિન પટેલની બદલી ડાંગ જિલ્લા વિભાગીય પોલીસ અધિકારી તરીકે, ACBના મદદનીશ નિયામક ડી.પી.વાઘેલાની બદલી વિભાગીય પોલીસ અધિકારી જામનગર, અમદાવાદ સી' ડિવિઝન ACP એમ.એચ.વાઘેલાની બદલી DySP પોલીસ ભવન ખાતે, સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના DySP જે.જે.ચૌધરીની બદલી ACP રાજકોટ શહેર ઉત્તર ઝોન, CID ક્રાઇમના DySP એસ.એમ.ચૌધરી બદલી નાયબ પોલીસ અધિક્ષક પાટણ, જામનગર SC/ST સેલ નાયબ પોલીસ અધિક્ષક જે.એસ.ચાવડાની બદલી નાયબ અધિક્ષક મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે અને નિમણુંક માટે પ્રતિક્ષા હેઠળ મૂકવામાં આવેલા બી.એમ.વસાવાની બદલી DGP ઓફિસ પોલીસ ભવનના સ્ટાફ ઓફિસર તરીકે કરવામાં આવી છે.

Next Story