બનાસકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલો છે.પશુપાલકો પશુઓના દૂધમાંથી વર્ષે લાખોની આવક મેળવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાની થાવર દૂધ મંડળી એશિયામાં સૌથી વધુ દૂધ કલેકશન કરતી મંડળી તરીકે ઉભરી આવી છે. આ મંડળી દ્વારા થાવર ગામમાંથી દર મહિને 20 લાખ લીટર દૂધનું કલેક્શન કરવામાં આવે છે. અહીં દૂધ ભરવા આવતા પશુપાલકોના ખાતામાં દર મહિને લગભગ 7 કોરોડ જેટલો પગાર જમા થાય છે.
બનાસ ડેરી સમગ્ર એશિયામાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતી ડેરી છે. જ્યારે એક ગામમાંથી સૌથી વધુ દૂધનું કલેક્શન કરતી મંડળી ધાનેરા તાલુકાના થાવર ગામમાં આવેલી છે. થાવર દૂધ મંડળી દ્વારા દર મહિને 18 થી 20 લાખ લીટર દૂધનું કલેક્શન કરવામાં આવે છે. અને દર મહિને સાત કરોડ જેટલો પગાર પશુપાલકોના ખાતામાં જમા થાય છે.