Connect Gujarat
ગુજરાત

વડોદરામાં આવારા તત્વોએ પેટ્રોલ પમ્પ માલિકને ગુપ્તિ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી જોઈ લો આ CCTV

વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં પેટ્રોલ પંપ પર ગુપ્તી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવા મામલે બે શખ્સો સામે ફરિયાદ નોંધાઇ

X

વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં પેટ્રોલ પંપ પર ગુપ્તી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવા મામલે બે શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે. ધમકી આપ્યાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે.

વડોદરાના સમતા વિસ્તારમાં રહેતા સરદાર હાઇટ્સ ખાતે રહેતા અને વારસિયામાં પેટ્રોલ પંપ ધરાવતા પ્રિતેશભાઇ દિપકભાઇ શાહ રાત્રે આઠ વાગ્યે પેટ્રોલ પંપ પર હાજર હતા. આ દરમિયાન પેટ્રોલ પંપ પર બુમાબુમ સંભળાઇ હતી. તેમણે ઓફિસમાંથી બહાર આવી જોયું તો બે શખ્સ ટુ-વ્હિલર લઇ પેટ્રોલ પુરાવવા આવ્યા હતા અને ઝઘડો કરી રહ્યા હતા.

આ બંને શખ્શ શાહરુખ ઇસ્માઇલ ખાન પઠાણ (રહે. ઇન્દિરાનગર બ્રીજ નીચે, હાથીખાન, વડોદરા) અને અમીત ભીમજીભાઇ મારવાડી (રહે. ઇન્દિરાનગર બ્રીજ નીચે, હાથીખાના, વડોદરા) હતા. જેઓ પેટ્રોલ પંપના કર્મચારીઓને અપશબ્દો બોલી રહ્યા હતા. જેમાંથી શાહરૂખ પઠાણના હાથમાં ધારદાર હથિયાર ગુપ્તી હતી અને લોકોને ધમકાવી રહ્યો હતો. તે પેટ્રોલ પુરાવવા બાબતે ધમકી આપી બબાલ કરી રહ્યો હતો.

શાહરૂખ પઠાણના હાથમાં ગુપ્તી હોવાથી પ્રિતેશ શાહે તાત્કાલીક પોલીસને ફોન કર્યો હતો અને પોલીસે બંને શખ્સને ઝડપી લીધા હતા. પોલીસે બંને સામે પેટ્રોલ પંપના કર્મચારી વિનોદ કુલદીપસિંહ પંજાબીને ગુપ્તી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ગુનો દાખલ કર્યો છે.

શાહરૂખ પેટ્રોલ પંપ પર ખુલ્લેઆમ ગુપ્તી કાઢી પેટ્રોલ પંપ પર દાદાગીરી કરતો અને ધમકી આપતો પેટ્રોલ પંપ પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો હતો.

Next Story