/connect-gujarat/media/post_banners/b3421372d2ba4e269fb76419ab70d36b182d6c7270f1a4d76d12afabc18ab351.jpg)
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં નિર્માણાધીન ફ્લાયઓવર બ્રિજના સ્લેબનો એક ભાગ ધરાશાયી થતા દોડધામ માછી જવા પામી હતી
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં નિર્માણાધીન ફ્લાયઓવર બ્રિજના સ્લેબનો એક ભાગ ધરાશાયી થતાં નીચે ઊભેલાં રિક્ષા અને ટ્રેક્ટર દબાઈ ગયાં હતાં. સદનીસબે નીચે કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી. જો કે, આ બ્રિજનો ઉપયોગ શરૂ થાય તે પહેલાં જ જમીનદોસ્ત થતાં કામગીરીને લઈ સવાલો ઊઠ્યા છે. પાલનપુરના આરટીઓ સર્કલ પાસે નિર્માણાધીન ઓવરબ્રિજના સ્લેબનો ભાગ ધરાશાયી થયાની જાણ થતાં જ બનાસકાંઠા કલેક્ટર અને ASP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો છે. બીજી તરફ ફાયરબ્રિગેડની ટીમે પણ ઘટનાસ્થળ પર પહોંચી કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી છે.