Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠા : ધાનેરાના કુંડી ગામે એક જ પરિવારના 7 સભ્યોને ફુડ પોઇઝનીંગ, ત્રણના મોત

ધાનેરા તાલુકાના કુંડી ગામની ઘટના, એપેડેમિક ડ્રોપસીની ઘટના આવી સામે.

X

કોરોનાની મહામારી વચ્ચે એક નવો શબ્દ સામે આવ્યો છે એપેડેમિક ડ્રોપસી........ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં રાયડાના તેલથી એક જ પરિવારના સાત સભ્યોને ફુડ પોઇઝનીંગ થયું હતું જેમાંથી ત્રણ સભ્યોના અત્યાર સુધીમાં મોત થઇ ચુકયાં છે.

બનાસકાંઠાના ધાનેરા તાલુકાના એક જ પરિવારના સાત લોકોને ફુડ પોઈઝનીંગની અસર થતા ત્રણ લોકોના મોત નિપજ્યા છે તો ચાર લોકોને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામા આવ્યા છે. પરિવારજનોએ રાયડાનું તેલ આરોગ્ય બાદ એપિડેમિક ડ્રોપસીના કારણે મોત થયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. રાયડાનું તેલ કાઢતી સમયે સાથે દારૂડીના છોડ પણ પીલાઈ ગયા હોવાના કારણે તેલમાં પોઈઝનીંગ પેદા થતું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.ધાનેરા તાલુકાના કુંડી ગામે 10 દિવસ અગાઉ પુરોહિત પરિવારના 07 સભ્યોને એકસાથે ફૂડ પોઈઝનીંગની અસર થઈ હતી.

ખેડૂતો રાયડાની ખેતી કરે છે ત્યારે તેના છોડની આસપાસ દારૂડી નામની એક વનસ્પતિ ખડ સ્વરૂપે ઉગી નીકળતી હોય છે. જે દેખાવે રાયડા જેવી જ હોય છે. ખેડૂતો જ્યારે રાયડાનો પાક ઉતારે છે ત્યારે ભૂલથી આ દારૂડી તેમાં ભેગી થઈ જતી હોય છે. બાદમાં જ્યારે તેનું તેલ કાઢી ખાવામાં આવે છે તો તેમાં પોઈઝનીંગ થવાના ચાન્સ રહે છે. હાલ જે બનાવ બન્યો છે તે પણ આ રીતે જ બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. દારૂડીના કારણે જે કેમિકલ પેદા થાય છે તે ફેફસા પર અસર કરતું હોય છે. ત્યારે જરુરી છે કે, રાયડાનું વાવેતર કરનારા ખેડૂતો આ બાબતે જાગૃત થાય તે જરૂરી છે.

Next Story