Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠા લાફા કાંડ: ઘીના ઠામમાં ઘી ઢળ્યું મુખ્યમંત્રી સાથે બેઠક બાદ ન્યાય યાત્રા અંતે સમેટાઈ

ખેડૂતને લાફો મારવાને લઈ યોજાયેલી યાત્રા સમેટવાને લઈ ખેડૂત પ્રતિનિધિએ જણાવ્યુ હતુ કે, અમને ન્યાયિક તપાસની ખાતરી આપવામાં આવી છે. તેમજ આ તપાસ અન્ય જિલ્લાના પોલીસને સોંપવામાં આવશે

બનાસકાંઠા લાફા કાંડ: ઘીના ઠામમાં ઘી ઢળ્યું મુખ્યમંત્રી સાથે બેઠક બાદ ન્યાય યાત્રા અંતે સમેટાઈ
X

બનાસકાંઠાના ખેડૂતોની ન્યાય પદયાત્રાને મુખ્યમંત્રી સાથે થયેલી બેઠક બાદ સમેટી લેવાઈ છે. ખેડૂતને લાફો મારવાને લઈ યોજાયેલી યાત્રા સમેટવાને લઈ ખેડૂત પ્રતિનિધિએ જણાવ્યુ હતુ કે, અમને ન્યાયિક તપાસની ખાતરી આપવામાં આવી છે. તેમજ આ તપાસ અન્ય જિલ્લાના પોલીસને સોંપવામાં આવશે તેવી બાંહેધરી પણ અપાઈ છે.જેને લઈને અમે યાત્રા સમેટીએ છીએ. દિયોદરથી નીકળેલી આ યાત્રાને પોલીસે મહેસાણાના ગોઝારીયામાં રોકીને ચર્ચા કરાઈ હતી.

આ ચર્ચાના અંતે પોલીસે મુખ્યમંત્રી સાથે ખેડૂત પ્રતિનિધિની બેઠકનું આયોજન કર્યુ હતુ. જે બાદ સરકાર અને ખેડૂતોની બેઠક મળી હતી. ત્યાર બાદ પદયાત્રાના આગેવાનોએ આ યાત્રા સમેટી લેવાની વાત કરી હતી. ગત 7 ઓગસ્ટે દિયોદરમાં ધારાસભ્ય કેશાજી ચૌહાણના કાર્યક્રમમાં ખેડૂતને લાફો મારવાની ઘટના સામે આવી હતી. જેને લઈને ખેડૂતોએ ન્યાય પદયાત્રા યોજી ન્યાય આપવા અને કેશાજી ચૌહાણની રાજીનામાંની માગ કરી હતી.

આ બાબતે ખેડૂત આગેવાન અમરાભાઈએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા સાત દિવસથી ન્યાય યાત્રા લઈને નીકળ્યા છીએ. અમારી માંગણી છે કે દિયોદરનાં ધારાસભ્યનું તાત્કાલીક રાજીનામું લેવામાં આવે અને ભાજપ સરકાર તેમને સસ્પેન્ડ કરે. ધારાસભ્ય કેશાજી ચૌહાણને સમસ્યાની રજૂઆત કરવા ગયેલા ખેડૂત પર MLAના સમર્થકોએ હુમલો કર્યો છે. અટલ ભૂજલ યોજના માટેનો આ કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં ધારાસભ્ય પણ ઉપસ્થિત હતા જને લઈ અમરાભાઈ નામના ખેડૂત આગેવાન MLAને કેટલીક સમસ્યાની રજૂઆત માટે ગયા હતા. જ્યાં ધારાસભ્યના સમર્થકોએ એકાએક હુમલો કર્યો હતો અને ખેડૂત આગેવાનને ઉપરા છાપરી લાફા ઝીંકતાનો વીડિયો પણ સામે આવ્યો હતો..

Next Story