ઊંઝાનું પ્રખ્યાત જીરુ ખરીદતા પહેલા ચેતી જજો, શું તમે તો નથી લીધુંને આવું સિમેન્ટવાળું જીરું!!!

ગુજરાતના ફેમસ ઊંઝામાં વરિયાળીમાંથી જીરું બનાવતું ગોડાઉન ઝડપાયું છે. મહેસાણા ફૂડ વિભાગની ટીમ એક્શનમાં આવી છે.

ઊંઝાનું પ્રખ્યાત જીરુ ખરીદતા પહેલા ચેતી જજો, શું તમે તો નથી લીધુંને આવું સિમેન્ટવાળું જીરું!!!
New Update

ગુજરાતના ફેમસ ઊંઝામાં વરિયાળીમાંથી જીરું બનાવતું ગોડાઉન ઝડપાયું છે. મહેસાણા ફૂડ વિભાગની ટીમ એક્શનમાં આવી છે. જેમાં દાસજ ગામે આવેલ પટેલ જય દશરથભાઈના મંગલમૂર્તિ નામના 13 નંબરના ગોડાઉનમાં રેડ પાડી હતી. આ રેડમાં અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. કારણ કે, અહીં વરિયાળીના ભુસા ઉપર કેમિકલ પ્રોસેસ કરી સિમેન્ટ અને ગોળનો ઢોળ ચઢાવીને તેને અદલ જીરા જેવું બનાવવામાં આવતું હતું.

ફૂડ વિભાગની ટીમે ગોડાઉનમાં પથરાયેલ રૂ.5.04 લાખની કિંમતનો 48 કોથળા 3360 કિલો બનાવટી જીરુનો જથ્થો કબજે કરી સિઝ કર્યો હતો. તો ફૂડ વિભાગની ટીમે નકલી જીરાના સેમ્પલને લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટે મોકલી આપ્યું છે. સાથે જ ગોડાઉનમાઁથી 5 લાખની કિંમતનું 3360 કિલો નકલી જીરાનો જથ્થો જપ્ત કર્યો છે. તંત્ર દ્વારા ફૂડ સેફ્ટી એક્ટ મુજબ જય પટેલ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે તેમ ઉમેર્યું હતું.

#Gujarat #India #Connect Gujarat #BeyondJustNews #Famous #Unjha #cumin seeds #cemented cumin
Here are a few more articles:
Read the Next Article