સોમનાથ ચોપાટી ખાતે બીચ ફેસ્ટિવલ ‘સાંસદ ખેલ મહોત્સવ-2025’નું આયોજન,18 ટીમોએ લીધો ભાગ

ગીરના સોમનાથ ચોપાટી ખાતે ભવ્ય બીચ ફેસ્ટિવલ ‘સાંસદ ખેલ મહોત્સવ-2025’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્ત્રી અને પુરુષ મળીને 18થી વધુ ટીમોએ ભાગ લીધો છે.

New Update
  • બીચ ફેસ્ટિવલ સાંસદ ખેલ મહોત્સવનું આયોજન

  • સોમનાથ ચોપાટી ખાતે બીચ ફેસ્ટિવલનું આયોજન

  • ફિટ યુથ ફોર વિકસિત ભારતના સંકલ્પ સાથે આયોજન

  • સ્ત્રી અને પુરુષ મળીને 18થી વધુ ટીમોએ લીધો ભાગ

  • બીચ ફેસ્ટિવલનો યુવાનોમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ    

ગીર સોમનાથ ચોપાટી ખાતે ભવ્ય સાંસદ ખેલ મોહત્સવ અંતર્ગત બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ અને આરોગ્ય જાગૃતિ ફેલાવવાનો મુખ્ય ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો.ફિટ યુથ ફોર વિકસિત ભારત” ના સંકલ્પ સાથે આયોજિત સાંસદ ખેલ મહોત્સવ-2025 અંતર્ગત આ ઉત્સવ ઉજવાય રહ્યો છે.

જૂનાગઢ  અને ગીર સોમનાથ લોકસભા વિસ્તારના ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ રમતગમત સ્પર્ધાઓબીચ એક્ટિવિટીઝ અને ફિટનેસ કાર્યક્રમોમાં યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

બીચ ફેસ્ટિવલ દરમિયાન વોલીબોલ સ્પર્ધાયોગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં યુવા ખેલાડીઓએ ભાગ લઈને પોતાની પ્રતિભા દર્શાવી હતી.

Latest Stories