ચુંટણી પહેલા કોંગ્રેસે છત્તીસગઢમાં ખેલ્યો નવો દાવ, ટી.એસ. સિંહ દેવને છત્તીસગઢના ઉપમુખ્યમંત્રી બનાવ્યા

New Update
ચુંટણી પહેલા કોંગ્રેસે છત્તીસગઢમાં ખેલ્યો નવો દાવ, ટી.એસ. સિંહ દેવને છત્તીસગઢના ઉપમુખ્યમંત્રી બનાવ્યા

છત્તીસગઢમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે વરિષ્ઠ નેતા અને રાજ્યના આરોગ્ય મંત્રી ટીએસ સિંહ દેવને રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે તેમને નવી જવાબદારી મળવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

રાજ્યમાં સીએમ બઘેલને 'કાકા' અને ટીએસ સિંહ દેવને 'બાબા' કહેવામાં આવે છે. બુધવારે દિલ્હીમાં છત્તીસગઢને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડની બેઠક યોજાઈ હતી. આ પછી રાજ્યના સીએમ ભૂપેશ બઘેલ અને ટીએસ સિંહ દેવ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે પહોંચ્યા. આ નિમણૂક સાથે, છત્તીસગઢમાં કોંગ્રેસે વિવાદને ઉકેલવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.

Latest Stories