/connect-gujarat/media/media_files/2025/02/24/qs5p4h3RwH2ijnXYkWpY.jpg)
વૈદિક ઋચાઓના ગાન અને આદ્યાત્મિક અને દિવ્ય માહોલમાં ૧૦૮ દીપની આરતી કરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે કલા અને સંસ્કૃતિ દ્વારા આરાધનાના અલૌકિક ‘સોમનાથ મહોત્સવ’ને ખૂલ્લો મૂકતાં પહેલા ઢળતી સાંજે ત્રિવેણી સંગમ ઘાટ ખાતે ‘સંગમ આરતી’ કરી હતી.
જે રીતે ગંગા આરતી કરવામાં આવે છે, તે જ રીતે મુખ્યમંત્રીએ હિરણ, કપિલા અને સરસ્વતી નદીનું જ્યાં પવિત્ર મિલન થાય છે, તેવા અરબી સમુદ્રના સંગમ સ્થળ પર વેદની ઋચાઓના ગાન સાથે આદ્યાત્મિક અને દિવ્ય માહોલમાં ૧૦૮ દીપની ‘સંગમ આરતી’ કરી હતી.
આ ‘સંગમ આરતી’ દરમિયાન પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજા, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે .ડી પરમાર, પ્રવાસન અને દેવસ્થાન વિભાગના સચિવ રાજેન્દ્રકુમાર, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન રમેશ મેરજા, અગ્રણી સર્વશ્રી ઝવેરીભાઈ ઠકરાર, મહેન્દ્રભાઈ પીઠિયા, રાજશીભાઈ જોટવા, માનસિંહભાઈ પરમાર, જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, સોમનાથ ટ્રસ્ટના પ્રતિનિધિઓ સહિત જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.