ભરૂચ : ગોવાલી નજીક બોરોસીલ કંપની બહાર ટ્રકમાં આગ ફાટી નીકળતા અફરાતફરી, ફાયર ફાઇટરો દોડ્યા...

New Update
ભરૂચ : ગોવાલી નજીક બોરોસીલ કંપની બહાર ટ્રકમાં આગ ફાટી નીકળતા અફરાતફરી, ફાયર ફાઇટરો દોડ્યા...

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ગોવાલી ગામ નજીક બોરોસીલ કંપનીના ગેટ બહાર ટ્રકમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર, ઝઘડીયા તાલુકાના ગોવાલી ગામ નજીક આવેલ બોરોસીલ કંપની બહાર વહેલી સવારે એક ટ્રકમાં આગ ફાટી નીકળી હતી. જોકે, કંપનીના મેઇન ગેટ બહાર જ ટ્રકમાં આગ લાગતાં લોકોમાં દોડધામ સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોખંડની એંગલ ભરીને આવેલ ટ્રક વીજ વાયરને અડી જતા શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતાં જ કંપનીના ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી જઈ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદ્દનશીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ નહીં થતા લોકોએ રાહત અનુભવી હતી.

Latest Stories