ભરૂચ: ઝઘડિયાના અશા-માલસર બ્રિજને જોડતા નાળા નજીકનો એક ભાગ તૂટી પડ્યો
ભરુચ જિલ્લાના પૂર્વ તરફ ઝઘડીયા તાલુકાનાં અસાથી વડોદરા જિલ્લાના માલસર ગામને જોડતા બ્રિજનું તાજેતરમાં બોડેલી ખાતેથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુયલ રીતે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું
ભરૂચના ઝઘડીયા તાલુકાનાં અશા-માલસર બ્રિજને જોડતા માર્ગ ઉપર નાળાની બાજુનો ભાગ ધસી પડતાં વાહન ચાલકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે.
ભરુચ જિલ્લાના પૂર્વ તરફ ઝઘડીયા તાલુકાનાં અસાથી વડોદરા જિલ્લાના માલસર ગામને જોડતા બ્રિજનું તાજેતરમાં બોડેલી ખાતેથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુયલ રીતે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.જે માર્ગ ઉપર ચોમાસા પહેલ જ નાળાની બાજુનો કેટલોક ભાગ ધસી પડતાં અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે.ત્યારે આ માર્ગની કામગીરીમાં ગોબચારી થઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.તેવામાં વહેલી તકે આ ગાબડું પુરવામાં આવે તેવી વાહન ચાલકોએ માંગ કરી છે.
હવામાન વિભાગની આગાહી, છ દિવસ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના
હવામાન વિભાગની આગાહી મુજબ હવે કચ્છ અને સૌરાષ્ટ્રમાં 9 જુલાઇથી વરસાદનું જોર ઘટી જશે પરંતુ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં મેઘમહેર યથાવત રહેશે,
હવામાન વિભાગની આગાહી મુજબ હવે કચ્છ અને સૌરાષ્ટ્રમાં 9 જુલાઇથી વરસાદનું જોર ઘટી જશે પરંતુ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં મેઘમહેર યથાવત રહેશે, વિસ્તારોમાં ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદનું અનુમાન છે.
હવામાન વિભાગની આગાહી મુજબઆજથી છ દિવસ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. આજે નવસારી અને વલસાડમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદ ખાબકવાનું અનુમાન.. તો સંઘપ્રદેશ દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સર્જાયું છે. જે આગળ વધીને મધ્ય પ્રદેશ તરફ જશે, જેની અસર ગુજરાત પર થતાં વરસાદ પડશે. 9 જુલાઇ બાદથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે પરંતુ હળવોથી મધ્યમ વરસાદ વરસતો રહેશે. દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત,ઉત્તર ગુજરાતના વિસ્તારમાં 9 જુલાઇ બાદ વરસાગદનું જોર વધશે અને આ વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ વરસતો રહેશે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ખેડા, પંચમહાલ, આણંદમાં વરસાદની શક્યતા છે. વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નર્મદામાં પણ મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 12 જુલાઇ બાદ સૌરાષ્ટ્ર કચ્છમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ બંધ થઇ જશે. આ વિસ્તારમાં 12 જુલાઇ બાદ વરાપ નીકળશે. છોટા ઉદેપુર, અમદાવાદ, મહિસાગર, અરવલ્લીમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં પણ મધ્યમ કરતા વધુ વરસાદ વરસી શકે છે.