ભરૂચ આમ આદમી પાર્ટીએ શિક્ષણની કથળતી સ્થિતિ અંગે પાઠવાયુ આવેદનપત્ર

ભરુચ જિલ્લા કલેકટર કચેરી ખાતે મુખ્યમંત્રીને સંબોધીને આમ આદમી પાર્ટી ભરુચ જીલ્લાના પ્રમુખ પિયુષ પટેલ સહિતના આગેવાનોએ એક આવેદન પત્ર પાઠવવામા આવ્યું

New Update
આમ આદમી પાર્ટી ભરુચ જિલ્લા દ્વારા સરકારી શાળાઓમાં શિક્ષકો ભરતી કરવા સાથે આવશ્યક સુવિધા ઉપલબ્ધ કરાવવાના મુદ્દે ભરુચ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામા આવ્યુ હતું ભરુચ જિલ્લા કલેકટર કચેરી ખાતે મુખ્યમંત્રીને સંબોધીને આમ આદમી પાર્ટી ભરુચ જીલ્લાના પ્રમુખ પિયુષ પટેલ સહિતના આગેવાનોએ એક આવેદન પત્ર પાઠવવામા આવ્યું હતું.
જેમાં જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દર વર્ષે પ્રવેશોત્સવના કાર્યક્રમો કરે છે ચાલુ વર્ષે તારીખ-26 જૂનના રોજથી ત્રણ દિવસ સમગ્ર સરકારી પ્રાથમિક શાળાઓમાં કાર્યક્રમ કરશે આવા કાર્યક્રમો અને તાયફાઓની આડમાં સરકાર દર વર્ષે સાચી હકીકતોને છૂપાવે છે અને સરકારી શિક્ષણની પરિસ્થિતિ દિવસે ને દિવસે વણસતી જાય છે નથી ગુજરાતની 1606 સરકારી પ્રાથમિક શાળાઓ માત્ર એક જ શિક્ષકથી ચાલે છે.પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક સુધીની સરકારી શાળાઓમાં મળીને કુલ 32 હજારથી વધુ શિક્ષકો અને 38 હજારથી વધુ ઓરડાઓની અછત છે.
Latest Stories