ભરૂચ: ખારીસીંગ બાદ ખેડૂતોના પીળા તરબૂચની પણ ભારે માંગ,દેશ-વિદેશમાં વખણાયા

New Update
ભરૂચ: ખારીસીંગ બાદ ખેડૂતોના પીળા તરબૂચની પણ ભારે માંગ,દેશ-વિદેશમાં વખણાયા

ભરૂચ જીલ્લામાં કોરોના કાળ બાદ ખેડૂતોએ કઈ ખેતી કરવી તે પ્રશ્ન મૂંઝવી રહ્યો હતો પરંતુ કેટલાય ખેડૂતોએ કૃષિ તજજ્ઞ નિર્મલસિંહ યાદવ પાસેથી માર્ગદર્શન મેળવી ઉનાળાની સીઝનમાં તરબૂચનું વાવેતર ફળદાય રહે છે અને તેમાંય મેલોડી અને બાહુબલી નામના તરબૂચ કરતા વધુ વિશાલા નામની પ્રજાતિના તરબૂચ ઉત્પાદન કરવું તે લાભદાયક હોય છે અને આ તરબૂચના ઉત્પાદન માટે કોઈ વાતાવરણ નડતું નથી અને એટલે જ ઉનાળાની કાળઝાળ ગરમીમાં મીઠા મધુર તરબુચની માંગ રહેતી હોય છે.

ઝઘડિયા તાલુકાના અછાલિયામાં નવ એકર જમીનમાં ત્રણ પ્રજાતિના તરબૂચોનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.જેમાં મેલોડી,બાહુબલી કરતા વિશાલા (પીળી છાલ) વાળા તરબુચની માંગ વધુ રહેતા વિશાલા નામના તરબૂચના ડબલ ભાવ ખેડૂતોને મળતા ખેડૂતોના ખેતરમાં મોટા પાયે વિશાલા કે જે મીઠા અને મધુર રહેતા હોય છે તે તરબૂચની માંગ ઉઠી રહી છે અને ઝઘડિયાના કેટલાય ખેડૂતોને વિશાલા તરબૂચની ખેતી તરફ વળી રહ્યા છે અને કેટલાય ખેતરોમાં વિશાલા તરબૂચનું મબલખ પ્રમાણમાં ઉત્પાદન થઈ ચુક્યા છે.

Latest Stories