New Update
/connect-gujarat/media/post_banners/67c5d06f6c81c7693838ed2b05d0132b303fd32c9ae00067bba337e222963d75.webp)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બોરોસીલ કંપની પાસે કેમિકલ ભરેલ ટેન્કર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. ઝઘડિયા પાસે આવેલ બોરોશિલ કંપની પાસે ઝઘડિયા જીઆઇડીસી ની કોઈ કંપની માંથી કેમિકલ ભરીને ટેન્કર આવતું હતું.
તે સમયે ટેન્કર ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા કે કોઈ અન્ય કારણ સર ટેન્કર પલટી મારી ગયું હતું . અને ટેન્કરમાં રહેલ કેમિકલનું રેલમ છેલ થઈ જવા પામ્યું હતું. અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જ્યો હતો.