Connect Gujarat
ગુજરાત

ભરૂચ : મૂળ આંધ્રપ્રદેશના યુવકની ભારત દર્શન યાત્રા, 83 દિવસમાં 7800 કિમી ચલાવી સાયકલ...

ભરૂચ : મૂળ આંધ્રપ્રદેશના યુવકની ભારત દર્શન યાત્રા, 83 દિવસમાં 7800 કિમી ચલાવી સાયકલ...
X

મૂળ આંધ્રપ્રદેશના અને ગાંધીનગર રહેતા પર્વતારોહક યુવક સમગ્ર ભારત દેશને જોવા સતત 83 દિવસ સાયકલ પર સફર કરી ભરૂચ ખાતે આગમન થતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગાંધીનગરમાં રહેતા અને મૂળ આંધ્રપ્રદેશના વેંકટ ભોજનાપલ્લી સાયકલ પ્રવાસ કરતા કરતા ભરૂચ આવી પોહચ્યા હતા. જેઓએ સ્વામિનારાયણ મંદિરે દર્શન કર્યા હતા. યુવાનોમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવા પર્વતારોહક યુવાન ગાંધીનગર ડિફેન્સ એકેડમીમાંથી ગત તા. 12મેના રોજ સાયકલ લઈ નીકળ્યા હતા. જેઓનો હેતુ ભારત જોવાનો છે, ત્યારે સતત 83 દિવસમાં 7800 કિમીનું અંતર કાપી તેઓએ દેશની બોર્ડર પર સાયકલ પ્રવાસ કર્યો છે.

દેશની બોર્ડરો પર સાયકલ પ્રવાસ દરમિયાન તેઓ ઠંડી, ગરમી અને વરસાદથી પસાર થઈ જમીન, જંગલો, પહાડો, રણ, બરફ આચ્છાદિત પર્વતોમાંથી પસાર થયા હતા. જોકે, તમામ રાજ્યોમાંથી પસાર થયા બાદ આજે તેઓ ભરૂચ આવી પહોચતા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે, વેંકટ ભોજનાપલ્લી હવે 250 કિમીનું અંતર કાપી ગાંધીનગરમાં તેઓની યાત્રાનું સમાપન કરવા જઈ રહ્યા છે.

Next Story