ભરૂચ : ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ સાદગીપૂર્ણ રીતે જીતની ખુશી કરી, ભાજપ કાર્યાલય પર કાર્યકરોનો જમાવડો...

લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની જીત ભાજપના મનસુખ વસાવાની 90 હજાર મતની લીડથી જીત થઈ ભાજપ કાર્યાલય ખાતે આગેવાનો-કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો રાજકોટ અગ્નિકાંડની ઘટનાના પગલે ભાજપ દ્વારા ઉજવણી નહીં

author-image
By Connect Gujarat
New Update

ભરૂચ લોકસભા બેઠકપર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની જીત બાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે આગેવાનો અને કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો હતો.

ગત તા. 7મી મેના રોજ યોજાયેલ લોકસભા 2024ની ચૂંટણીમાં ભરૂચ જિલ્લામાં 69.16 ટકા મતદાન નોંધાયું હતું. ભરૂચ લોકસભા બેઠક પર કુલ 13 ઉમેદવારોએ ચૂંટણીમાંદાવેદારી કરી હતી, ત્યારે આજે તા. 4 જૂનનારોજ ભરૂચની સરકારી કે.જે.પોલીટેક્નિક કોલેજ ખાતે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી.

ભરૂચ બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા અને ઇન્ડિયાગઠબંધન-આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવામાંથી કોણ બાજી મારશે તે ચિત્ર બપોરબાદ સ્પષ્ટ થયું હતું. જેમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની 90 હજાર મતની લીડથી જીત થઈ છે, ત્યારે મનસુખ વસાવાની જીત બાદ ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો હતો.

જોકે,રાજકોટ અગ્નિકાંડની ગોઝારી ઘટનાના પગલે કાર્યકરોએ સાદગીપૂર્ણ રીતે જીતની ખુશી કરી વ્યક્ત કરી હતી.

Latest Stories