Connect Gujarat
ગુજરાત

ભરૂચ : ભાજપ દ્વારા સેવા પખવાડિયાનો પ્રારંભ, PM મોદીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાય

X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 72મો જન્મદિવસ

ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજાય

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નામ નોંધાવાશે

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા સેવા પખવાડિયાના પ્રારંભ સાથે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન થકી ભાજપ રાષ્ટ્રીય યુવા મોરચા દ્વારા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવામાં આવશે. જેમાં ભરૂચ જીલ્લા ભાજપ યુવા મોરચો પણ સહભાગી બન્યો છે.

ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72માં જન્મદિવસની ઉજવણી નિમિત્તે સમગ્ર ગુજરાતમાં રક્તદાન થકી બ્લડ ડોનેશન કેમ્પના આયોજન કરી ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવામાં આવનાર છે. જેના ભાગરૂપે ભરૂચ જીલ્લામાં પણ ભાજપ યુવા મોરચા દ્વારા સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ભરૂચ તાલુકાની રક્તદાન શિબિર રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી GACL કોલોની ખાતે યોજાય હતી. જેમાં વહેલી સવારથી જ યુવા કાર્યકરો રક્તદાન કરવા ઉમટી પડતા 65 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ સાથે જ તમામ રક્તદાતાઓને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહન વધારવામાં આવ્યંા હતું. આ પ્રસંગે ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, પાલિકા પ્રમુખ અમિત ચાવડા સહિત ભાજપ યુવા મોરચાના જીલ્લા પ્રમુખ ઋષભ પટેલ,જીલ્લા મહામંત્રી શક્તિસિંહ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story