ભરૂચ : આમોદ પાલિકાનો અણઘડ વહીવટ, જુઓ માર્ગ પર કેમ છવાયો અંધારપટ !

આમોદ પાલિકાનો અણઘડ વહીવટ સામે આવ્યો લાખો રૂપિયાનું વીજ બિલ નહીં ભરાતા કાર્યવાહી DGVCL દ્વારા સ્ટ્રીટ લાઈટનું જોડાણ કાપવામાં આવ્યું

New Update
ભરૂચ : આમોદ પાલિકાનો અણઘડ વહીવટ, જુઓ માર્ગ પર કેમ છવાયો અંધારપટ !

જોડાણ DGVCL કંપની દ્વારા કાપી નાખવામાં આવતા સમગ્ર નગરમાં અંધારપટ છવાયો છે. આમોદ ભાજપ શાષિત નગરપાલિકાના પ્રમુખ અને ઉપ પ્રમુખ સામે અપક્ષ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી છે.

10 અપક્ષ અને 7 ભાજપના ચૂંટાયેલા સદસ્યોએ પ્રમુખ અને ઉપ પ્રમુખ વિરુદ્ધ સદસ્યોમાં બહુમતી સાથે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઇ જતા અંદરો અંદરના આંતરિક વિખવાદ ઉભા થયા છે. જેના કારણે નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જોકે, રૂપિયા 6.53 લાખ પાલિકાની સ્ટ્રીટ લાઈટ અને રૂ. 2 કરોડ 76 લાખ જેટલું વોટર વર્કશોપનું બિલ બાકી પડતું હતું. જોકે, વીજ કંપની દ્વારા પાલિકાને નોટિસ આપ્યા બાદ પણ બીલની ભરપાઈ ન થતા, સમગ્ર આમોદ નગરની સ્ટ્રીટ લાઈટનું જોડાણ DGVCL દ્વારા કાપવામાં આવ્યું છે. જેથી સમગ્ર નગર અંધારપટ થઇ જતા નગરજનોને ઝેરી જીવજંતુનો ભય સતાવી રહ્યો છે.

Latest Stories