ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીનો માર્ગ બનશે
કોન્ક્રીટનો રસ્તો બનાવવાનુ કામ મંજુર
રૂ.20 કરોડના ખર્ચે બનશે માર્ગ
ભરૂચના ઝાડેશ્વરથી ઝનોર સુધીના પૂર્વપટ્ટીઓના ૨૫ જેટલા ગામોને જોડતો ઝાડેશ્વર તવરા રોડને કોન્ક્રીટનો બનવા માટેની કામગીરી હાથ ધરવાના નિર્દેશ અપાયા છે.
ભરૂચ-શુકલર્તીથ-ઝનોરના ૨૧ કી,મી લંબાઇના રસ્તાના પૈકી ઝાડેશ્વર ચોકડીથી તવરા ગામ સુધીનો ૪ કી.મી સુધીનો રસ્તો ઘણો ખરાબ હાલતમાં તેમજ ડીવાઇડર વગરનો હોય ઘણા અકસ્માતો થતા હતા અને પ્રજાજનોને ઘણી તકલીફ પડતી હતી વારંવાર ટ્રાફીક જામના પ્રશ્ન રહેતા હતા. આ મુદ્દે સ્થાનિકોએ આંદોલન પણ કર્યું હતું.આ રોડ બૌડાના વિસ્તારમાં આવેલ હોય ચેરમેન તથા કલેકટર દ્વારા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની રજુઆતના પગલે આ ૪ કી.મી લંબાઇ કોન્કીટ રોડના કામને પ્રાથમિક મંજુરી આપી છે અને તાત્કાલિક અંદાજ તૈયાર કરાવી ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરવા જણાવ્યુ છે.