ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે શક્કરપોર ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

બાતમી વાળી ઇકકોમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 304 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 36 હજારનો દારૂ અને 3 ઇકકો મળી કુલ 3.36 લાખનો મુદ્દા માલ કબજે કર્યો

New Update
ભરૂચ એલસીબીએ અંકલેશ્વર તાલુકાના શક્કરપોર ગામના ઉગમણા ફળિયામાંથી જુના દીવા ગામના બુટલેગરની  કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકાના શક્કરપુર ગામના ઉગમણા ફળિયામાં જુના દીવા ગામના બુટલેગર જયેશ વસાવાએ ઇક્કો કાર નંબર-જી.જે 16.સીએચ.5575માં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા..
પોલીસે સ્થળ પરથી બાતમી વાળી ઇકકોમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 304 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 36 હજારનો દારૂ અને 3 ઇકકો મળી કુલ 3.36 લાખનો મુદ્દા માલ કબજે કરી બુટલેગર જયેશ વસાવાને વોન્ટેજ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories