ભરૂચ: દહેજના જોલવા નજીક ટ્રકના ચોરખાનામાં સંતાડાયેલ રૂ. 7 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો, 2 આરોપીની ધરપકડ

જોલવા ગામ નજીક ઝડપાયો વિદેશી દારૂ, ટ્રકના ચોરખાનામાં સંતાડાયો હતો દારૂ.

New Update
ભરૂચ: દહેજના જોલવા નજીક ટ્રકના ચોરખાનામાં સંતાડાયેલ રૂ. 7 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો, 2 આરોપીની ધરપકડ

દહેજ પોલીસે જોલવા ગામ નજીકથી ટ્રકના ચોરખાનામાં સંતાડાયેલ રૂપિયા 7 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી 2 આરોપીની ધરપકડ કરી છે.

દહેજ પંથકના જોલવા ગામના ગેટ નંબર ૧ ઉપર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક ટ્રક આવતા તેને રોકી તલાશી લેવામાં આવી હતી જો કે પ્રથમ તો પોલીસને કઈ પણ હાથ લાગ્યું ન હતું પરંતુ બાદમાં ટ્રકની ચોકસાઇ પૂર્વક ચકાસણી કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

ટ્રકમાં ચોર ખાનું બનાવવામાં આવ્યું હતું જેમાંથી પોલીસને મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે ટ્રકમાં બનાવાયેલ ચોરખાનામાંથી રૂ. 7.51 લાખની કિમતનો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. પોલીસે ટ્રક ચાલક અને રાજસ્થાનના રહેવાસી ભેરુ જાટ અને ક્લીનર કિશન જાટની ધરપકડ કરી હતી અને ટ્રક સાથે કુલ રૂપિયા 17.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories