ભરૂચ જર્જરીત નર્મદા એપાર્ટમેન્ટના મકાનો ખાલી કરવા તંત્રની બેઠક

પાલિકા અને હાઉસિંગ બોર્ડના અધિકારીઓ સાથે નર્મદા એપાર્ટમેન્ટ ખાતે પહોંચ્યા હતા અને જર્જરિત મિલકતોના નળ,ગટર અને વીજ કનેક્શનનો કાપી મકાનો ખાલી કરાવવા પ્રયત્ન કરવામાં માટે ગયા હતા

New Update
જર્જરીત નર્મદા એપાર્ટમેન્ટ

ભરૂચ શહેરના નર્મદા એપાર્ટમેન્ટમાં આજે નળ,ગટર અને વીજ કનેક્શન આપવા આવેલ હાઉસિંગ બોર્ડના અધિકારીઓને 5 પરિવારોએ રિપેરિંગ અને પીપી ધોરણે વ્યવસ્થા કરવા માંગણી કરી હતી. ભરૂચમાં નર્મદા એપાર્ટમેન્ટની બિલ્ડીંગ જર્જરિત હોવાનો વિવાદ ગુજરાત હાઉસીંગ બોર્ડ સાથે પણ લાંબા સમયથી ચાલી રહ્યો છે.

વર્ષ 2020 માં જ 500 પરિવારોને ચાર દશક જુના એપાર્ટમેન્ટને ખાલી કરવા નોટિસો બજાવાઈ હતી.સમયાંતરે નોટિસો અને પાલિકા દ્વારા તેમના નળ જોડાણ કાપવાની તાકીદ છતાં કેટલાક પરિવારોએ જોખમી ફ્લેટ ખાલી કર્યા ન હતા.ભરૂચ પાલિકા એક સત્તાવાર યાદી જાહેર કરી દર વર્ષે જર્જરિત ઇમારતના માલિકોને પોતાનું મકાન ખાલી કરી ઉતારી લેવા નોટિસો તો આપે છે.

પણ આ નોટીસ બાદ પાલિકા પોતાની જવાબદારી પૂર્ણ થવાનો સંતોષ માની લે છે.ગતરોજ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ફરી જર્જરિત મિલ્કત ધારકોને નોટિસ આપવામાં આવી હતી પરંતુ દર વર્ષની જેમાં મિલ્કત ધારકોએ મિલકતો ખાલી નહીં કરતાં જાનહાનિ નહીં થાય તે માટે ચોમાસામાં કોઈ ઘટના નહીં તે હેતુથી આજરોજ પાલિકા અને હાઉસિંગ બોર્ડના અધિકારીઓ સાથે નર્મદા એપાર્ટમેન્ટ ખાતે પહોંચ્યા હતા અને જર્જરિત મિલકતોના નળ,ગટર અને વીજ કનેક્શનનો કાપી મકાનો ખાલી કરાવવા પ્રયત્ન કરવામાં માટે ગયા હતા જ્યાં આગેવાનો અને સ્થાનિકો બેઠક કરવામાં આવી હતી અને જર્જરિત મિલ્કત બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

બીજી તરફ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ગતરોજ નોટિસ આપી હતી અને નળ,ગટર તેમજ વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો હતો અને આગેવાનો અને મિલ્કત ધારકોએ રિપેરિંગ અને પીપી ધોરણે તેમજ વૈકલ્પિક વ્યવસ્થા માટે સહમતી બતાવી હતી.

Read the Next Article

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી

હવામાન વિભાગની આગાહી મુજબ આજે 20 જુલાઈ રવિવારના દિવસે  કચ્છ, મોરબી અને જામનગરમાં  કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં અમુક

New Update
વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ આજે 20 જુલાઈ રવિવારના દિવસે  કચ્છ, મોરબી અને જામનગરમાં  કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સાથે જ સમગ્ર ગુજરાતમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે તો ક્યાંક  હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે જ છૂટાછવાયા સ્થળોએ સામાન્ય વરસાદ વરસી શકે છે. આજે વરસાદની સાથે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો

ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 58.46 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 55.22 ટકા વરસાદ વરસ્યો છે. પૂર્વ મધ્ય ઝોનમાં 49.39 ટકા અને સૌરાષ્ટ્રમાં 49.36 ટકા વરસાદ વરસ્યો છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યના 206 પૈકી 26 ડેમ સંપૂર્ણ ભરાયા છે.  અન્ય 60 ડેમ 70 થી 100 ટકા ભરાયા છે. રાજ્યના 41 ડેમ હાઇ એલર્ટ અને 21 ડેમ એલર્ટ પર છે.  23 ડેમને વોર્નિગ આપવામાં આવી છે.

આગામી પાંચ દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 21 અને 22 જુલાઇએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની સંભાવના છે.  એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા 21મી જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.