New Update
ધી ભરૂચ ડીસ્ટ્રીકટ કો. ઓ. બેન્કની ચૂંટણીમાં હાંસોટ બેઠક ઉપરથી હર્ષદ પટેલ વિજેતા જાહેર થયા હતા.
ધી ભરૂચ ડીસ્ટ્રીકટ કો. ઓ. બેન્કની ચૂંટણીમાં ચેરમેન તરીકે અરુણસિંહ રણા બિનહરીફ જાહેર થયા બાદ કેટલાક સ્થળોએ ચૂંટણી પ્રક્રિયા બાકી હતી જે અંગેની ચૂંટણી યોજાયા બાદ આજરોજ મતગણતરી કરવામાં આવી હતી. જેમાં હાંસોટ બેઠક ઉપરથી સહકાર મંત્રી ઈશ્વર પટેલના અંગત મનાતા હર્ષદ પટેલનો વિજય થયો હતો. તેઓની સામે નરેન્દ્રભાઈએ ઝંપલાવ્યું હતું.
જે પાકી હર્ષદ પટેલને ૨૧ મત મળ્યા હતા જયારે સામે નરેન્દ્રભાઈને ૧૦ મત મળ્યા હતા જેના પગલે હર્ષદ પટેલનો ૧૧ મતે વિજય થયો હતો. તેઓના શુભેચ્છકોએ તેઓને અભિનંદન પાઠવ્યા હતા. અને તેઓના વિજયને વધાવ્યો હતો.
Latest Stories