Connect Gujarat
ગુજરાત

ભરૂચ : રોટરી ક્લબ ખાતે ભાજપ દ્વારા ડો. શ્યામા પ્રસાદ મુખર્જીની સ્મૃતિમાં બલિદાન દિવસ મનાવાયો...

રોટરી ક્લબ હૉલ ખાતે જનસંઘના સ્થાપકનું પુણ્ય સ્મરણ કરાયું ડો. શ્યામા પ્રસાદ મુખર્જીની સ્મૃતિમાં બલિદાન દિવસ મનાવાયો ડો. શ્યામા પ્રસાદ મુખર્જીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરાય

X

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા રોટરી ક્લબ ઓફ ભરૂચ ખાતે ડો. શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ અને 25 જૂને ઇન્દિરા ગાંધીએ દેશમાં લાદેલી કટોકટીના ડંખને ઉજાગર કરવા કાર્યક્રમ યોજાયો હતો. ડો. શ્યામા પ્રસાદ મુખર્જી પુણ્ય સ્મરણ નિમિતે યોજાયેલા કાર્યક્રમમાં પૂર્વ મંત્રી નાનુ વાનાણી સહિતના આગેવાનોએ ડો. શ્યામા પ્રસાદ મુખર્જીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પૂર્વ મંત્રી નાનુ વાનાણી જણાવ્યું હતું કે, એક સમય એવો હતો કે, ભાજપની લોકસભામાં માત્ર બે જ બેઠકો હતી. કોઈ ગામમાં પાણીનો લોટો આપવા પણ કાર્યકરોને કોઈ તૈયાર ન હતું, ત્યારે આજે ભાજપે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી વિકાસના આયામો સર કરી છે. જોકે, આપણે સાંસ્કૃતિક રીતે સર્વગ્રાહી વિકાસ કરી શક્યા ન હોવાનું પણ પૂર્વ મંત્રીએ જણાવ્યુ હતું. આ સાથે જ પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માનું ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું હતું કે, તે સાચા હતા કે, ખોટા... આપણે સૌ જાણીએ છીએ. પણ શું આપણે કઈ કરી શકીયા. હવે, આપણે સર્વગ્રાહી સાંસ્કૃતિક વિકાસ કરવાનો છે.

ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ આટોદરિયાએ જણાવ્યું હતું કે, બે બેઠકોથી આજે ભારતીય જનતા પાર્ટી ભારતમાં અને વિશ્વમાં પણ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની છે. વર્ષ 1975માં કોંગ્રેસે નાખેલી કટોકટીનો ડંખ આપણે કઈ રીતે ભૂલી શકીએ. સત્તાની રીતે ભારતીય જનતા પાર્ટી દેશમાં પ્રચાર-પ્રસાર સહિતનું પ્રભુત્વ ધરાવે છે. પરંતુ સાંસ્કૃતિક ક્ષેત્રે વિકાસ હાંસલ કરવાનું લક્ષ્ય છે. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ભરૂચ ભાજપ મહામંત્રી નિરલ પટેલ, ફતેસિંહ ગોહિલ, મંત્રી નિશાંત મોદી, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા તેમજ આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story