ભરૂચ: પૂર્વમંત્રી ખુમાનસિંહ વાંસિયાની ઘરવાપસી, આજે કમલમમાં ફરી એકવાર કેસરીયો ધારણ કરશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભરૂચના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. ગુજરાતના પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા ઘર વાપસી કરી રહ્યા છે.

ભરૂચ: પૂર્વમંત્રી ખુમાનસિંહ વાંસિયાની ઘરવાપસી, આજે કમલમમાં ફરી એકવાર કેસરીયો ધારણ કરશે
New Update

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભરૂચના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. ગુજરાતના પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા ઘર વાપસી કરી રહ્યા છે અને ફરી એકવાર ભાજપમાં જોડાય રહ્યા છે. આજરોજ બપોરે 12 કલાકે તેઓ ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપના કાર્યાલય કમલમ ખાતે કેસરીયો ધારણ કરશે.

ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ તેમણે ભાજપમાં વિધિવત પ્રવેશ કરાવશે. ખુમાનસિંહ વાંસીય ગુજરાત સરકારમાં શહેરીવિકાસ મંત્રી રહી ચૂક્યા છે ત્યાર બાદ તેઓ રા.જ.પા.માં જોડાયા હતા અને બાદમાં ગત વિધાનસભાની ચૂંટણી જંબુસર બેઠક પરથી અપક્ષ તરીકે લડ્યા હતા અને તેઓએ હારનો સામનો કરવો પડ્યો હતો. ખુમાનસિંહ વાંસિયા અને સંસ્થાઓ સાથે જોડાયેલા રહ્યા છે તેઓ હાર સિધ્ધિ કો-ઓપરેટીવ બેન્કના ચેરમેન છે તો વિધવા મહિલાઓને હક્ક અપાવવા આંદોલન પણ કરી ચૂક્યા છે. તેઓએ ગુજરાતમાંથી દારૂબાંધી હટાવવાનું નિવેદન આપી વિવાદ પણ છેડ્યો હતો. જો કે હવે તેઓ ભાજપમાં વિધિવત રીતે પ્રવેશ કરી રહ્યા છે ત્યારે જોવાનું રહેશે કે આવનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કયા નવા રાજકીય સમીકરણો રચાય છે

#Bharuch #ConnectGujarat #Kamalam #saffron #Former Minister Khuman Singh Vansiya #return home
Here are a few more articles:
Read the Next Article