/connect-gujarat/media/post_banners/39815fd91a19decb7a8f8288a185341a96024b82d7384c1f4088be4ec3de7b09.jpg)
હનુમાન જન્મોત્સવ નિમિત્તે યોજાયા ધાર્મિક કાર્યક્રમો
હિંદુ એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા બાઈક રેલી યોજાય
સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા પણ યોજાય
હનુમાન જયંતી હિંદુ ધર્મના લોકોનો માટે અતિ મહત્વનો તહેવાર છે. આ પર્વ ભારતમાં વિક્રમ સંવત મુજબ ચૈત્ર સુદ પૂનમના રોજ મનાવવામાં આવે છે, જેના ભાગરૂપે આજરોજ દેશભરમાં શ્રી રામના પરમભક્ત હનુમાનજીના જન્મોત્સવ નિમિતે વિવિધ મંદિરોમાં ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ભરૂચ હિંદુ એકતા એ જ લક્ષ્ય સંગઠનના દીપાલી બારોટ, જીગ્નેશ રાણા, દિવ્યેશ ગડરિયા, યુવરાજ વિકાસ
દ્વારા હનુમાન જયંતિ નિમિતે ભવ્ય બાઇક રેલીનું આયોજન કોર્ટ રોડ નજીક આવેલા નર્મદા એપાર્ટમેન્ટ સ્થિત સંકટ મોચન હનુમાનજી મંદિર ખાતેથી કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલીને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, કુકરવાડા આશ્રમના સ્વામી ઓમકારાનંદ, નગરપાલિકા વોટર વર્ક ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ દ્વારા પ્રસ્થાન કરવવામાં આવ્યું હતું.
તો બીજી તરફ ભરૂચ શહેરમાં વસતા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા પણ હનુમાન જન્મોત્વસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. હનુમાન જન્મોત્વસની ઉજવણીના ભાગરૂપે સ્વયંભૂ બાળ હનુમાન મંદિર વલંદા કોઠી ચોકથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જે વલંદા કોઠી ચોકથી પ્રસ્થાન થઈ શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી. આ શોભાયાત્રાનું શક્તિનાથ મહાદેવ મંદિર ગ્રાઉ સમાપન કરવામાં આવ્યું હતું, જ્યાં ઉપસ્થિત હનુમાન ભક્તો દ્વારા ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.