ભરૂચ : હલદરવા GEB સબ સ્ટેશન ખાતે વીજ નિગમના કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપ-રક્તદાન શિબિર યોજાય

જેટકો ઝોનલ ઓફિસ તથા સર્કલ ઓફિસ ભરૂચ દ્વારા આયોજિત હેલ્થ ચેકઅપ તથા બ્લડ ડોનેશનનો કાર્યક્રમ જેટકો હલદરવા વિભાગીય કચેરી ખાતે કાર્યપાલક ઇજનેર એ.પી.ભાભોરના માર્ગદર્શન હેઠળ રાખવામાં આવ્યું હતું.

New Update

હલદરવા જીઈબી સબ સ્ટેશન ખાતે યોજાયો કાર્યક્રમ

હેલ્થ ચેકઅપ અને રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન

200 જેટલા કર્મચારીઓએ હેલ્થ ચેકઅપ કરાવ્યુ

કાર્યક્રમમાં 70 જેટલા કર્મચારીઓએ બ્લડ ડોનેટ કર્યું

મોટી સંખ્યામાં વીજ નિગમના કર્મચારીઓ જોડાયા

 ભરૂચ તાલુકા હલદરવા જીઈબી સબ સ્ટેશન ખાતે કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપ અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ જેટકો ઝોનલ ઓફિસ તથા સર્કલ ઓફિસ ભરૂચ દ્વારા આયોજિત હેલ્થ ચેકઅપ તથા બ્લડ ડોનેશનનો કાર્યક્રમ જેટકો હલદરવા વિભાગીય કચેરી ખાતે કાર્યપાલક ઇજનેર એ.પી.ભાભોરના માર્ગદર્શન હેઠળ રાખવામાં આવ્યું હતું.

જેમાં આશરે 200 જેટલા કર્મચારીઓએ હેલ્થ ચેકઅપ તથા 70 જેટલા કર્મચારીઓએ બ્લડ ડોનેટ કરી કાર્યક્રમને સફળ બનવ્યો હતો. આ પ્રસંગે ઝોનલ ઓફિસના પર્સનલ ઓફિસર કલ્પનાબેન સોલંકીસર્કલ ઓફિસના એક્ઝિક્યુટિવ HR એલ.સી પ્રજાપતિ તથા અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories