ભરૂચ: IIT ગાંધીનગર દ્વારા નદી સંરક્ષણના પડકારો વિષય પર એક દિવસીય વર્કશોપ યોજાયો

કેન્દ્રના જળ સરકાર મંત્રાલય દ્વારા આઈ.આઈ.ટી. ગાંધીનગર સી નર્મદા પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યો છે.જે સેન્ટરમાં અભ્યાસ કર્યા બાદ જે તારણો નીકળશે તેમાં સ્ટેકહોલ્ડરર્સ મહત્ત્વનીભૂમિકા ભજવશે

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • IIT ગાંધીનગર દ્વારા આયોજન કરાયું

  • નદી સંરક્ષણ વિષય પર વર્કશોપ યોજાયો

  • સ્ટેહોલ્ડર્સ વર્ષકશોપ યોજાયો

  • નગરપાલિકા પ્રમુખ સહિત ડેલીગેટ્સ રહ્યા ઉપસ્થિત

સી નર્મદા પ્રોજેક્ટ આઈ.આઈ.ટી. ગાંધીનગર  અને જલ શક્તિ મંત્રાલય દ્વારા ભરૂચમા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નદી સંરક્ષણના પડકારો અને વ્યૂહરચનાની ચર્ચા કરાઈ હતી
કેન્દ્રના જળ સરકાર મંત્રાલય દ્વારા આઈ.આઈ.ટી. ગાંધીનગર સી નર્મદા પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યો છે.જે સેન્ટરમાં અભ્યાસ કર્યા બાદ જે તારણો નીકળશે તેમાં સ્ટેકહોલ્ડરર્સ મહત્ત્વનીભૂમિકા ભજવશે સાથે સ્ટેકહોલ્ડર્સ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આજરોજ ભરૂચની હોટલ હયાત પેલેસ ખાતે પણ એક વર્કશોપ યોજાયો હતો.
જેમાં નદી સંરક્ષણના પડકારો અને વ્યૂહરચનાની ચર્ચા કરાઈ હતી. આ સેન્ટર દ્વારા નદીના તટપ્રદેશની જાળવણી સસ્ટેનેબલ મેનેજમેન્ટ માટે ઉચ્ચ ગુણવત્તાવાળું રિસર્ચ સેન્ટર બનશે સાથે નદીના અન્ય પાસાઓને પણ આવરી લેવામાં આવશે. આ વર્કશોપમાં આઈ.આઈ.ટી.ગાંધીનગરના પ્રનબ મોહાપાત્રા, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ તેમજ અન્ય ડેલીગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. 
Read the Next Article

વલસાડ : મહાકાય વૃક્ષ ધરાશાયી થતાં મોપેડ પર જઈ રહેલ 3 ભાઈ-બહેન પર પડ્યું, એક બાળકીનું મોત, ઘટના CCTVમાં કેદ...

મહાકાય લીમડાનું વૃક્ષ અચાનક તૂટી પડતા ત્રણેય ભાઈ-બહેન વૃક્ષ નીચે દબાઈ ગયા હતા. જેમાં 10 વર્ષની ઘ્યાનાને પેટના ભાગે લાકડું વાગતા ગંભીર ઈજા પહોચતા મોત નીપજ્યું

New Update
  • પોલીસ હેડક્વાર્ટર પાસે મહાકાય લીમડાનું વૃક્ષ તૂટી પડ્યું

  • મોપેડ પર જઈ રહેલ 3 ભાઈ-બહેન પર વૃક્ષ ધરાશાયી થયું

  • એક બાળકીનું મોતજ્યારે 2 બાળકોની હોસ્પિટલમાં સારવાર

  • વૃક્ષ ધરાશાયીની ઘટનાનો વિડિયોCCTVમાં પણ કેદ થયો

  • કરુણ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો

વલસાડ શહેરમાંથી એક કરુણ ઘટના સામે આવી છે. જેમાં 3 ભાઈ-બહેન પર અચાનક વૃક્ષ ધરાશાયી થયું હતું. જેમાં એક બાળકીનું મોત નીપજ્યું હતુંજ્યારે અન્ય 2 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસારવલસાડ શહેરના મોગરાવાડી નવરંગ ફળિયામાં રહેતા અજય પટેલના 3 બાળકો જેમાં 18 વર્ષની સાચી15 વર્ષનો જીતકુમાર અને 10 વર્ષની બાળકી ધ્યાના આજે અબ્રામા ખાતે સ્કૂલથી છૂટીને બપોરે આશરે 12:30 વાગ્યાના સુમારે મોપેડ પર પોતાના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન વલસાડના પોલીસ હેડક્વાર્ટર પાસે મહાકાય લીમડાનું વૃક્ષ અચાનક તૂટી પડતા ત્રણેય ભાઈ-બહેન વૃક્ષ નીચે દબાઈ ગયા હતા. જેમાં 10 વર્ષની ઘ્યાનાને પેટના ભાગે લાકડું વાગતા ગંભીર ઈજા પહોચી હતી. ધ્યાનાને લોહીલુહાણ હાલતમાં વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતીજ્યા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

આ ઘટનામાં ધ્યાનાનો ભાઈ જીત અને બહેન સાચીને પણ નાની મોટી ઈજાઓ પહોંચતા તેમની સારવાર ચાલી રહી છે. જોકેસમગ્ર ઘટનાનો વિડિયોCCTVમાં કેદ થયો છેત્યારે આ કરુણ ઘટનાને લઈને સમગ્ર વલસાડ પંથકમાં ભારે શોકનો માહોલ છવાયો છે. આ ઘટના બાદ સ્થળ પર વલસાડ ફાયર બ્રિગેડની ટીમ તેમજG.E.B ના કર્મચારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતાઅને ધરાશાયી થયેલા વૃક્ષને કાપીને માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કેવરસાદને કારણે જૂનું મહાકાય વૃક્ષ ધરાશાયી થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છેત્યારે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.