ભરૂચ : 14થી 18 વર્ષના ક્રિકેટપ્રેમીઓ માટે જુનિયર પ્રીમીયર લીગનું આયોજન, જાણો ક્યારે યોજાશે..!

BDCA દ્વારા જુનિયર પ્રીમિયર લીગનું કરાયું આયોજન ગ્રામ્ય વિસ્તારના જુનિયર ખેલાડીઓને મળશે પ્લેટફોર્મ ચોમાસા બાદ ભરૂચમાં રમાશે જુનિયર પ્રીમિયર લીગ

New Update
ભરૂચ : 14થી 18 વર્ષના ક્રિકેટપ્રેમીઓ માટે જુનિયર પ્રીમીયર લીગનું આયોજન, જાણો ક્યારે યોજાશે..!

ભરૂચ પ્રિમિયર લીગ સીઝન-1ની ભવ્ય સફળતા બાદ હવે જુનિયર પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રામ્ય કક્ષાના જુનિયર ખેલાડીઓને ક્રિકેટના મેદાનમાં રમવા માટે એક નવું પ્લેટફોર્મ મળી રહે તે માટે જુનિયર પ્રીમિયર લીગનું આયોજન કરાયું છે,

ત્યારે હવે આ જુનિયર પ્રીમિયર લીગ ચોમાસા પછી તરત રમાડવામાં આવશે. જેની સમગ્ર પ્રક્રિયા ચોમાસા દરમિયાન પૂરી કરવામાં આવશે. જુનિયર પ્રીમિયર લીગમાં 14થી 18 વર્ષ સુધીના ખેલાડીઓએ ઓનલાઇન લીંક ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

આ જુનિયર પ્રીમિયર લીગમાં કુલ 8 ટીમોમાં કુલ 16-16 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવશે. ભરૂચ પ્રીમિયર લીગની સીઝન-1 જે પ્રક્રિયાથી રમાડવામાં આવી હતી, તે જ રીતે આ જુનિયર પ્રીમિયર લીગ પણ રમાડવામાં આવશે. આ સાથે જ ભરૂચનું ગૌરવ એવા ઇન્ટરનેશનલ ખેલાડી મુનાફ પટેલ અને ઇસ્માઇલ મતાદાર પણ ખિલાડીઓને માર્ગદર્શન પૂરું પાડી પ્રોત્સાહિત કરવાની ભૂમિકા અદા કરશે. જોકે, જુનિયર પ્રીમિયર લીગમાં ભાગ લેનાર કોઈપણ ખેલાડી ભરૂચ કે, વડોદરા જિલ્લાની કોઈપણ લીગમાં રમી શકે નહીં તેવો નિયમ પણ ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા ઘડવામાં આવ્યો છે.

Latest Stories