New Update
/connect-gujarat/media/media_files/D9XjjaOCSS5Fqz7qqXhn.jpg)
ભરૂચના કાવી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમ્યાન અંગત બાતમીદારથી બાતમી મળેલ કે મદાફર ગામે તળાવ પાસે ખુલ્લી જાહેર જગ્યામાં ટોર્ચ લાઇટના અંજવાળે કેટલાક ઇસમોને ભેગા મળી પૈસાથી લગાડી પત્તા-પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે જે ચોકકસ બાતમી હકિકત આધારે દરોડા પાડતા બે ઇસમો જુગાર રમતા રંગે હાથ ઝડપાયા હતા.પોલીસે સ્થળ પરથી રૂ.12,590નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે જુગાર રમતા સલીમ અહેમદભાઇ પઠાણ ઉ.વ.૪૪ તથા અસલમ ગુલામભાઇ હલદરવા ઉ.વ.૩૨ બન્ને રહે.મદાફર ગામની ધરપકડ કરી છે.જ્યારે 5 જુગારી ફરાર થઇ જતા તેઓની શોધખોળ શરૂ કરી છે