ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકાના ઉપપ્રમુખ અને બાંધકામ સમિતિના ચેરમેનના મકાનની સામે જ શૌચાલયની ઉભરાતી ગંદી ગટરોથી સ્થાનિકકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.
ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલ આમોદ પાલિકાના ઉપપ્રમુખ અને બાંધકામ સમિતિના ચેરમેનના મકાનની સામે જ શૌચાલયની ઉભરાતી ગંદી ગટરોથી સ્થાનિકકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. આ સાથે જ શાળાએ અભ્યાસ કરવા જતા નાના બાળકો પણ શૌચાલયની દુર્ગંથ મારતી ગટરના પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે.
છેલ્લા 3 વર્ષથી ઉભરાતી ગટરની સમસ્યાના ગંદા પાણી રોકવામાં આમોદ નગરપાલિકા તદ્દન નિષ્ફળ નીવડી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. આમોદ નગરપાલિકાના ગટર સાફ કરવાના બધા જ સારા સારા જેટિંગ મશીનો નજીવો ખર્ચ ન કરતા ધૂળ અને કાટ ખાય રહ્યા છે.
આમોદ નગરપાલિકાના સભ્યોના અંદરો અંદરના આંતરિક ઝઘડાઓ ખતમ ન થતાં આમોદના નગરજનોને હાલાકીનો ભોગ બનતા હોવાનું આમોદ પાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો.