Connect Gujarat
ગુજરાત

ભરૂચ: ઝાડેશ્વર ગાયત્રી મંદિર અલખધામ ખાતે નર્મદા મૈયાની સવા લાખ દિવડાથી મહાઆરતી કરવામાં આવી

X

દુગ્ધાભિષેક, મહાઆરતી, પૂજન-અર્ચન, ચૂંદડી અર્પણ, સવાલાખ દિવડા અને આતશબાજી સાથે નર્મદે હરનો નાદ ગુજયો.

ભરૂચમાં જીવનદાયીની નર્મદા નદીની જન્મજ્યંતી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી હતી.નર્મદા જયંતિ નિમિતે ઝાડેશ્વર ગાયત્રી મંદિર અલખધામ ખાતે વિવધ ધાર્મિક કાર્યક્રમો ના આયોજન સમગ્ર દિવસ દરમ્યાન કરવામાં આવ્યા હતા.ભરૂચના ઝાડેશ્વર સ્થિત અલખધામ ખાતે 26મો નર્મદા જ્યંતી મહોત્સવ મહા મંડલેશ્વર અલખગીરી મહારાજ ના આશીર્વાદથી મહંત માતા શ્રી શ્રી શ્રી 1008 સત્યનંદગીરીજી મતાજીના સાનિધ્ય માં પ્રતિવર્ષ ની જેમ ધામધૂમથી ઉજવાયો હતો.જેમાં નર્મદા મૈયાની સવા લાખ દિવડાથી મહાઆરતી, પૂજન, 1008 સાડી અને ચુંદડી અર્પણ, કેક કટિંગ સાથે મહાપ્રસાદી સાથે સાંજે ભવ્ય આતશબાજી કરી હર હર નર્મદે અને નર્મદે સર્વદે ના નાદ ના ગુંજ સાથે નર્મદા મૈયાનો જન્મોત્સવ ઉજવાયો હતો.જેનો સાધુ સંતો સહિત અને માં નર્મદા ના ભકતો એ જોડાયા હતા.

Next Story