ભરુચ: જંબુસરના કારેલી ગામે યુવકનું પાણીમાં ડૂબી જતાં મોત નિપજતા MLA ડિકે સ્વામીએ પરિવારને 4 લાખનો ચેક અર્પણ કર્યો...

New Update
ભરુચ: જંબુસરના કારેલી ગામે યુવકનું પાણીમાં ડૂબી જતાં મોત નિપજતા MLA ડિકે સ્વામીએ પરિવારને 4 લાખનો ચેક અર્પણ કર્યો...

ભરુચ જંબુસર તાલુકાના કારેલી ગામે વરસાદના કારણે પાણીમાં ડૂબી જતા યુવકનું મોત નીપજ્યું હતું. તેના પરિવારજનોને ધારાસભ્ય ડી.કે સ્વામિના હસ્તે 4 લાખ ની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો.

રાજ્ય સરકારની આકસ્મિક સહાય યોજના અંતર્ગત રૂપિયા 4 લાખનો ચેક ડી કે સ્વામીના હસ્તે કારેલી ગામે જઈ તેનાથી પરિવારજનોને અર્પણ કરવામાં આવ્યો. આ પ્રસંગે તાલુકા ભાજપ મહામંત્રી બળવંતસિંહ પઢીયાર, ભાજપ મંત્રી પ્રતાપ સિંહ, તાલુકા પંચાયત સદસ્ય કનકસિંહ સહીતના આગેવાનોની ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયત કારેલી ખાતે અર્પણ કરવામાં આવ્યો. મૃતક મયુરના પરિવારને તાત્કાલિક સહાય મળે તે માટે જેહમત ઉઠાવનાર જંબુસર તાલુકાની તમામ બીજેપી ટીમ અને અધિકારીઓનો ઉપસ્થિત ગ્રામજનોએ આભાર વ્યકય કર્યો હતો.

Latest Stories